ગુજરાત

gujarat

કૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે આજે મતદાન, 19 ઓક્ટોબરના રોજ પરિણામ

કૉંગ્રેસ અધ્યક્ષ પદ માટે આવતીકાલે ચૂંટણી (Election for Congress President) યોજાવા જઈ રહી છે.જેના પગલે કૉંગ્રેસ (national congress party) દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી દેવામા આવી છે.આ ચૂંટણી બેલેટ પેપર કરવામાં આવશે.જેમાં ગુજરાતના 408 ડેલીકેટ મત આપશે.જેનું પરિણામ 19 ઓક્ટોબરના રોજ જાહેર (Result announced on 19 October) કરવામાં આવશે.

By

Published : Oct 16, 2022, 10:26 PM IST

Published : Oct 16, 2022, 10:26 PM IST

Updated : Oct 17, 2022, 8:24 AM IST

Etv Bharatકૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે કાલે મતદાન, 19 ઓક્ટોબરના રોજ પરિણામ
Etv Bharatકૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે કાલે મતદાન, 19 ઓક્ટોબરના રોજ પરિણામ

અમદાવાદ: નેશનલ કૉંગ્રેસપાર્ટીમાં (National Congress Party) છેલ્લા કેટલાક સમયથી, અધ્યક્ષપદ (Election for Congress President) ખાલી જોવા મળી આવતું હતુ. જેને લઈને કૉંગ્રેસ દ્વારા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં મલ્લિકાર્જુન ખડકે અને શશિ થરુરે કૉંગ્રેસના અધ્યક્ષ પદ માટે દાવેદારી નોંધવી હતી. જેની માટે આવતીકાલે સમગ્ર દેશના કૉંગ્રેસના ડેલીકેટ મતદાન કરશે.

બેલટ પેપર પર ટિક કરવું ફરજીયાત: આવતીકાલે સવારે 10 વાગે મતદાન કરવામાં આવશે અને સાંજે 4 વાગ્યા સુધી મતદાન ચાલશે.જેમાં ગુજરાતના તમામ ડેલીકેટને ઓળખપત્ર આપવામાં આવ્યું છે તે ઓળખપત્ર લાવવું ફરજીયાત છે.જો આ ઓળખપત્ર તેમની પાસે હશે તો તે મત આપી શકશે નહીં.સાથે બેલેટ પર ઉમેદવારના નામની સામે ટિક કરવું ફરજીયાત છે.ટિક સિવાય અન્ય કોઈ નિશાન કરવામાં આવશે તો, તે મત માન્ય ગણવામાં આવશે નહીં. બંને ઉમેદવારના એજન્ટ પણ રાખવામા આવ્યા છે, જેથી નિષ્પક્ષ રીતે ચૂંટણી થઈ શકે.

રાજ્ય બહારથી વોટીંગ થશે: જે પણ ડેલીકેટ કોગ્રેસના ચૂંટણી કામથી બહારના રાજ્યમાં કે રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયેલ છે તેમને માટે પણ વોટ કરવાની સગવડ કરવામાં આવી છે.પણ જે પાર્ટી સિવાય અન્ય કામમાં છે તે મતદાન આપી શકશે નહીં. સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થતાં, જે પણ મતદાન પેટી બનવામાં આવી છે.તેને એજન્ટ સામે જ સીલ કરવામાં આવશે અને પેટી પર તેમના હસ્તાક્ષર લેવામાં આવશે.

મતદાન પેટી દિલ્હી લઈ જવામાં આવશે:એકવાર મતદાન પેટી સીલ થયા બાદ ખોલવામાં આવશે નહીં તેમજ તેમની નજર હેઠળ દિલ્હી ખાતે લઈ જવામા આવશે.18 તારીખ સાંજે સુધીમાં દિલ્હી મુખ્ય કાર્યાલય પહોંચાડી દેવામાં આવશે.

Last Updated : Oct 17, 2022, 8:24 AM IST

ABOUT THE AUTHOR

...view details