હૈદરાબાદ:પંજાબમાં વિધાનસભા ચૂંટણીમાં (Punjab Election 2022) આજે રાજ્યની તમામ 117 સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન ચૂંટણી પંચ સંપૂર્ણપણે સતર્ક થઈ ગયું છે જેથી કોઈ ભૂલ ન થાય. પંજાબમાં ચૂંટણીના મતદાન વચ્ચે અભિનેતા સોનુ સૂદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણી નિરીક્ષકે સોનુ સૂદને લાંડેકે ગામ જતા રસ્તામાં રોક્યો અને તેની કાર જપ્ત કરી હતી. અભિનેતાઓને ચૂંટણી દરમિયાન ઘરે જ રહેવાની સૂચના આપવામાં આવી છે. અહીં ચૂંટણી નિરીક્ષકની આ કાર્યવાહીથી કોંગ્રેસના ઉમેદવારોમાં ખળભળાટ મચી ગયો છે.
આ પણ વાંચો:ETV BHARAT સાથે બોલિવૂડ અભિનેતા સોનુ સૂદનો ઇન્ટરવ્યુ
સોનુ સૂદ પર લાગ્યો આરોપ
અકાલી દળના પોલિંગ એજન્ટે સોનુ સૂદ વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી કે અભિનેતા મતદાન દરમિયાન મતદારોને પ્રભાવિત કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં ચૂંટણી પંચની એક ટીમે સોનુ સૂદની કારની પાછળ જઈને તેમને રોક્યા હતા. આ અંગે આગળની કાર્યવાહી માટે ચૂંટણી પંચને ફરિયાદ મોકલવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, સોનુ સૂદની બહેન માલવિકા પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઉભી છે અને ઘણા દિવસોથી અભિનેતા બહેન માટે પ્રચાર કરી રહી છે.