ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મફતની યોજના પર પ્રતિબંધ મૂકતી અરજીનો મુદ્દો સુપ્રીમે કમિટીને સોંપ્યો - સુપ્રીમ કોર્ટ મફત યોજના

સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પ્રચાર દરમિયાન સાર્વજનિક ફંડમાંથી મફતની લ્હાણી કરવાના મામલે રાજકીય પક્ષોના વાયદા સામે થયેલી અરજી પર ચૂકાદો જાહેર કરી દીધો છે. કોર્ટમાં સુનાવણી માટે ત્રણ જજોની બેન્ચે આ અંગે સુનાવણી કરીને ચૂકાદો જાહેર કર્યો છે. On Freebies Application, Supreme Court Freebies Hiring, the Ceremonial Bench of Supreme Court

મફતની યોજના પર પ્રતિબંધ મૂકતી અરજીનો મદ્દો સુપ્રીમે કમિટીને સોંપ્યો
મફતની યોજના પર પ્રતિબંધ મૂકતી અરજીનો મદ્દો સુપ્રીમે કમિટીને સોંપ્યો

By

Published : Aug 26, 2022, 4:23 PM IST

નવી દિલ્હી:રાજકીય પક્ષો દ્વારા મફત યોજનાઓની ઘોષણા પર પ્રતિબંધની માંગ (Supreme Court Freebies Hiring) કરતી અરજીની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે શુક્રવારે ત્રણ જજોની (Refers Case To New Bench) બેન્ચને અરજી મોકલી છે. રાજકીય પક્ષો દ્વારા મફત ભેટના મામલામાં, સુપ્રીમ કોર્ટ કહે છે કે તેને નકારી શકાય નહીં કે ચૂંટણી લોકશાહીમાં, સાચી શક્તિ મતદારો પાસે છે. મતદારો પક્ષો અને ઉમેદવારોનો ન્યાય કરે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ફ્રીબીઝના મુદ્દાની જટિલતાને ધ્યાનમાં રાખીને આ મામલો ત્રણ જજની (the Ceremonial Bench of Supreme Court) બેંચને મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભાજપના સૌથી મોટા કમળની કારીગરી જોઈને સૌ કોઈ થયા અભિભૂત, બની ગયો નવો રેકોર્ડ

મહત્ત્વનો ચૂકાદો:સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમનાના કાર્યકાળનો શુક્રવારે છેલ્લો દિવસ છે. CJIની આગેવાની હેઠળની બેંચ રાજકીય પક્ષોની મફત યોજનાઓ સહિત અન્ય અનેક બાબતોમાં મહત્વનો ચુકાદો આપશે. આ દરમિયાન તેનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે. સર્વોચ્ચ અદાલતમાં પ્રથમ વખત, ભારતના મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાની અધ્યક્ષતાવાળી બેંચની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

ધ્યાન આપવું પડશે: અગાઉ થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે, આ મુદ્દો માત્ર ચૂંટણી વચનો પૂરતો મર્યાદિત નથી. જેના પર ધ્યાન આપવું પડશે. ઉપરાંત કોર્ટે આ મુદ્દાની તપાસ માટે એક સમિતિની રચના કરવાનું વિચાર્યું છે. દેશના કલ્યાણ માટે મફતના મુદ્દા પર ચર્ચાની જરૂર છે. મુખ્ય ન્યાયાધીશ (CJI) NV રમના, ન્યાયમૂર્તિ હિમા કોહલી અને ન્યાયમૂર્તિ સીટી રવિકુમારની ખંડપીઠે ભાજપ નેતા અને એડવોકેટ અશ્વિની ઉપાધ્યાય દ્વારા રાજકીય પક્ષોની મફત યોજનાઓ પર પ્રતિબંધની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. આ મુદ્દા સાથે સંકળાયેલા કેટલાક એડવોકેટોએ મામલાની પ્રકૃતિને ધ્યાને લઈ આ મામલે કોર્ટના હસ્તક્ષેપ સામે તરફદારી કરી હતી.

આ પણ વાંચો: આ નેતાઓને પછાડી વડાપ્રધાન મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા

મુદ્દા પર ચર્ચા જરૂરી: CJIએ કહ્યું, આવતીકાલે ધારો કે કોઈ રાજ્ય કોઈ ચોક્કસ યોજના બંધ કરી દે. લાભાર્થી અમારી પાસે આવીને કહે કે તે બંધ થઈ ગઈ ગયું છે. તો શું અમે સાંભળવાનો ઈન્કાર કરીશું? શું આપણે કહી શકીએ કે ભારત સરકાર જે ઈચ્છે તે કરી શકે છે? આ ન્યાયિક તપાસ છે. મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અદાલતે એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું છે કારણ કે દરેકને મફતમાં બધુ જોઈએ છે. સમિતિ આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તટસ્થ મંચ તરીકે કામ કરી શકે છે.

ABOUT THE AUTHOR

...view details