ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશકને સસ્પેન્ડ કર્યા - ચૂંટણી પંચ

ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશક વિવેક સહાયને ગંભીર બેદરકારીના આરોપ સાથે સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું કે, સુરક્ષા નિર્દેશક તરીકે વિવેક સહાય ઝેડ સિક્યોરિટી મેળવનારા મમતા બેનરજીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમની પર આરોપ થઈ રહ્યા હતા.

ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશકને સસ્પેન્ડ કર્યા
ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશકને સસ્પેન્ડ કર્યા

By

Published : Mar 15, 2021, 8:30 AM IST

  • મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશક પર બેદરકારીનો આક્ષેપ
  • ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશક વિવેક સહાયને હટાવ્યા
  • મમતાની સુરક્ષા કરવામાં વિવેક સહાય નિષ્ફળ રહ્યાઃ ચૂંટણી પંચ

આ પણ વાંચોઃપશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને હોસ્પિટલમાંથી રજા અપાઈ

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના નંદીગ્રામમાં ચૂંટણી રેલી દરમિયાન મુખ્યપ્રધાન મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયાં હતાં. આને ધ્યાનમાં રાખી છેલ્લા ઘણા દિવસથી રાજકારણ ગરમાયું છે. હવે ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશક વિવેક સહાયને ગંભીર બેદરકારીના આરોપ સાથે સસ્પેન્ડ કરી દીધા છે. ચૂંટણી પંચે કહ્યું કે, સુરક્ષા નિર્દેશક તરીકે વિવેક સહાય ઝેડ સિક્યોરિટી મેળવનારા મમતા બેનરજીની સુરક્ષા કરવામાં નિષ્ફળ રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમની પર આરોપ થઈ રહ્યા હતા.

ચૂંટણી પંચે મમતા બેનરજીના સુરક્ષા નિર્દેશકને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચોઃવ્હિલચેર પર રોડ શો બાદ ગર્જી મમતા, ઘાયલ વાઘ વધુ ખતરનાક હોય છે

નંદીગ્રામમાં ચૂંટણી રેલી દરમિયાન ઈજાગ્રસ્ત થયાં હતાં મમતા બેનરજી

ચૂંટણી પંચે વિશેષ ચૂંટણી સુપરવાઈઝર્સ અને રાજ્ય સરકારની રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ તૃણમૂલ કોંગ્રેસના નેતા બેનરજીને જે પણ ઈજા થઈ છે. તે તમામ તેમની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલા કર્મચારીઓની બેદરકારીનું પરિણામ છે. આપને જણાવી દઈએ કે, 10 માર્ચે પશ્ચિમબ બંગાળના પૂર્વી મેદિનીપુર જિલ્લામાં નંદીગ્રામમાં ચૂંટણી રેલી દરમિયાન મમતા બેનરજી ઈજાગ્રસ્ત થયાં હતાં. જોકે, હાલમાં તો તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details