નવી દિલ્હી:યુપીની રાજધાની લખનઉમાં કોવિડ નિયમોના ઉલ્લંઘન પર ચૂંટણી પંચે SP પાસેથી 24 કલાકમાં જવાબ માંગ્યો (Election Commission seeks reply from SP in 24 hours) છે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા એસપીના શુક્રવારના કાર્યક્રમનો ઉલ્લેખ કરતા, નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ઉપલબ્ધ સામગ્રી અને વિષય પર જારી કરવામાં આવેલા નિર્દેશોને ધ્યાનમાં લીધા પછી, ચૂંટણી પંચે આ ઉલ્લંઘન અંગે પક્ષને તેનું વલણ સ્પષ્ટ કરવા નોટિસ જારી કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો:Assembly Election 2022: રેલી અને રોડ શૉ પર ચૂંટણી પંચે 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો પ્રતિબંધ
24 કલાકની અંદર ખુલાસો માંગ્યો
એસપી મહાસચિવને મોકલવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, નોટિસ મળ્યાના 24 કલાકની અંદર તમારો ખુલાસો કમિશન સુધી પહોંચવો જોઈએ. જેમાં નિષ્ફળ થવાથી કમિશન તમને જાણ કર્યા વિના આ બાબતે યોગ્ય નિર્ણય લેશે. ઉત્તર પ્રદેશમાં 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી સાત તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હાલમાં મહામારીને ધ્યાનમાં રાખીને જાહેર સભાઓ અને રેલીઓ પર પ્રતિબંધ છે.
રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ વધારાયો
દેશમાં કોરોના વાયરસ (Corona In India)ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે (Election commission of India) ચૂંટણીલક્ષી રાજ્યોમાં રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી લંબાવ્યો છે. ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી(Assembly Election 2022)ની તારીખોની જાહેરાત કરતા ચૂંટણી પંચે આ રાજ્યોમાં 15 જાન્યુઆરી સુધી ચૂંટણી રેલીઓ અને રોડ શો (Election rallies and road shows) પર પ્રતિબંધ મૂક્યો હતો, જેની મુદત આજે સમાપ્ત થઈ રહી હતી.
આ પણ વાંચો:Chandrashekhar Attacked Akhilesh : અખિલેશ સામાજિક ન્યાયનો અર્થ સમજતા નથીઃ ચંદ્રશેખર આઝાદ
મહત્તમ 300 વ્યક્તિઓ સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી
આ સાથે ચૂંટણી પંચે રાજકીય પક્ષોને મહત્તમ 300 વ્યક્તિઓ અથવા હોલની ક્ષમતાના 50 ટકાની ક્ષમતા સાથે ઇન્ડોર બેઠકો કરવાની મંજૂરી (Guidelines for political parties by election commission)આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, તે 22 જાન્યુઆરી પહેલા ચૂંટણી રાજ્યોમાં કોરોના રોગચાળાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળનાં પગલાં લેશે.