ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચૂંટણી પંચે બંગાળના રીટર્નિંગ અધિકારી સહિત ત્રણને હટાવ્યા

ચૂંટણી પંચે કોલકાતામાં બલિગંજ વિધાનસભા મત વિસ્તારના રીટર્નિંગ અધિકારી સહિત 3 અધિકારીઓને હટાવ્યા. એક હુકમમાં આ માહિતી આપતા કહેવામાં આવ્યું હતું કે અન્ય બે અધિકારીઓ હલ્દીયાના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર SDPO અને પૂર્વ મેદનીપુર જિલ્લાના મહિષાદલના સર્કલ ઇન્સ્પેક્ટર CI હતા.

ચૂંટણી પંચે બંગાળના રીટર્નિંગ અધિકારી સહિત ત્રણને હટાવ્યા
ચૂંટણી પંચે બંગાળના રીટર્નિંગ અધિકારી સહિત ત્રણને હટાવ્યા

By

Published : Mar 31, 2021, 2:02 PM IST

  • ચૂંટણી પંચે કોલકાતામાં રીટર્નિંગ અધિકારી સહિત ત્રણ અધિકારીઓને હટાવ્યા
  • કમિશને હલ્દીયાના SDPO વરુણ વૈદ્યને પણ હટાવી તેમની જગ્યાએ ઉત્તમ મિત્રની નિમણૂક કરી
  • આયોગે મહિષાદલના સર્કલ ઇન્સ્પેક્ટર વિચિત્રા વિકાસ રોયને પણ હટાવ્યા

કોલકાતા: ચૂંટણી પંચે કોલકાતામાં બલિગંજ વિધાનસભા મત વિસ્તારના રીટર્નિંગ અધિકારી સહિત ત્રણ અધિકારીઓને હટાવ્યા. અન્ય બે અધિકારીઓમાં હલડિયાના સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર SDPO અને પૂર્વ મેદિનીપુર જિલ્લાના મહિષાદલના સર્કલ ઇન્સ્પેક્ટર CIનો સમાવેશ થાય છે.

અરિંદમ મણિ 10 વર્ષથી વધુ સમયથી એક જ કચેરીમાં કાર્યરત છે

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી CEOને મોકલવામાં આવેલા પત્રમાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે, અરિંદમ મણિ 10 વર્ષથી વધુ સમયથી એક જ કચેરીમાં કાર્યરત છે અને હાલમાં બાલીગંજ બેઠકના રીટર્નિંગ ઓફિસર છે. તેમને તાત્કાલિક સ્થાનાંતરિત કરવા જોઈએ.

આ પણ વાંચો:કોલકાતામાં પોલીસે અસદુદ્દીન ઓવૈસીની પહેલી જ રેલી રદ કરી

વહેલી તકે રિટર્નીંગ ઓફિસરની જગ્યા ભરવા કમિશને ત્રણ અધિકારીઓની પેનલ પણ માગી

વહેલી તકે રિટર્નીંગ ઓફિસરની જગ્યા ભરવા કમિશને ત્રણ અધિકારીઓની પેનલ પણ માગી હતી. કમિશને હલ્દીયાના SDPO વરુણ વૈદ્યને પણ હટાવી તેમની જગ્યાએ ઉત્તમ મિત્રની નિમણૂક કરી. આયોગે મહિષાદલના સર્કલ ઇન્સ્પેક્ટર વિચિત્રા વિકાસ રોયને પણ હટાવ્યા અને તેમની જગ્યાએ સિરસેન્દુ દાસની નિમણૂક કરી હતી. દાસ હાલમાં જાલપાઇગુડીમાં સર્કિટ બેંચમાં ઇન્સ્પેક્ટર તરીકે મુકાયા છે.

આ પણ વાંચો:CBI vs કોલકાતા પોલીસઃ 5 પોલીસ અધિકારી પર થશે કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details