મહારાષ્ટ્ર : લાંબાસમયની રાજકિય કટોકટી બાદ આજે મહારાષ્ટ્રનું ચિત્ર સંપૂર્ણે પણ સ્પષ્ટ થઇ ગયું છે. આજે સાંજે 07:30 કલાકે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન તરીકેએકનાથ શિંદેએ અને નાયબ મુખ્યપ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસએ રાજ્યપાલની ઉપસ્થિતિમાંરાજભવન ખાતેશપથ ગ્રહણ કર્યા હતા.
મહારાષ્ટ્રને મળ્યા નવા સારથીઓ -રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળ્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે એકનાથ શિંદેને મુખ્યપ્રધાન પદ માટે સમર્થન આપ્યા હતું. આ બાદ, જે પી નડ્ડાના સમજાવ્યા બાદ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ મહારાષ્ટ્ર સરકારમાં નાયબ મુખ્યપ્રધાન તરીકે પદભાર સંભાળી શકે છે. જેને લઈને કેન્દ્રિય ગૃહ પ્રાધન અમિત શાહે ટ્વિટ કરીને માહીતી આપી હતી. ઉલ્લેખનીય છે કે, એકનાથ શિંદે આજે ગુરુવારે સાંજે 7:30 વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેશે.
અમિત શાહે આપ્યા અભિનંદન : કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વિટ કરીને કહ્યુ કે, અધ્યક્ષ જેપી નડ્ડાના આદેશ પર દેવેન્દ્ર ફડણવીસે મોટું હૃદય રાખ્યું છે અને રાજ્ય અને જનતાના હિતમાં મહારાષ્ટ્ર સરકારમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય તેમની મહારાષ્ટ્ર પ્રત્યેની સાચી નિષ્ઠા અને સેવાની નિશાની છે. આ માટે હું તેમને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.
ફડણવીસ મંત્રીમંડળમાં સામેલ થશે : ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ કહ્યું કે, આ નિર્ણય લઈને ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે, અમારું કોઈ પદ મેળવવાનું લક્ષ્ય નથી, પરંતુ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશ અને મહારાષ્ટ્રની જનતાની સેવા કરવાનું અમારું અંતિમ લક્ષ્ય છે. ભાજપે મહારાષ્ટ્રના લોકોના ભલા માટે મોટું દિલ બતાવીને એકનાથ શિંદેજીને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. દેવેન્દ્ર ફડણવીસજીએ પણ મોટા હૃદય સાથે મંત્રીમંડળમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે, જે મહારાષ્ટ્રના લોકો પ્રત્યેનો તેમનો લગાવ દર્શાવે છે.
અઘાડીને બહુમતી આપી :દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જનતાએ મહાવિકાસ અઘાડીને બહુમતી આપી નથી. ચૂંટણી બાદ ભાજપ સૌથી મોટો પક્ષ હતો. ભાજપ-શિવસેનાએ ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી, પરંતુ શિવસેનાએ કોંગ્રેસ અને NCPની મદદથી સરકાર બનાવી હતી. આ દરમિયાન, શિવસેનાએ બાલાસાહેબ ઠાકરેના વિચારોને પણ રોકી દીધા હતા. આ સરકારમાં અમે બહારથી સમર્થન આપીશું તેમજ કોઈ પદ પણ નહીં લઈએ.