હૈદરાબાદ : સનાતન ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, વાસ્તવમાં એકાદશી તિથિ દર મહિનામાં બે વાર આવે છે, શુક્લ પક્ષની એકાદશી અને કૃષ્ણ પક્ષની એકાદશી. આ રીતે સમગ્ર વર્ષમાં કુલ 24 વખત એકાદશી વ્રત રાખવામાં આવે છે, પરંતુ વર્ષમાં જ્યારે અધિક માસ હોય ત્યારે બે વધારાની એકાદશીઓ પણ આવે છે, તેથી કુલ 26 એકાદશીઓ આવે છે. યોગાનુયોગ 3 વર્ષ બાદ આ વર્ષે પણ અધિક માસ છે જેના કારણે આ વર્ષે કુલ 26 એકાદશીઓ આવશે.
Papankusha Ekadasi : જાણો પાપંકુશા એકાદશીનો શુભ સમય, એકાદશીના દિવસે ન કરો આ કામ - Papankusha Ekadasi
એવી માન્યતા છે કે એકાદશીનું વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે, એકાદશીનું વ્રત કરવાથી તન, મન અને ધનની તમામ પરેશાનીઓ ભગવાન વિષ્ણુની કૃપાથી દૂર થઈ જાય છે. હિંદુ કેલેન્ડર મુજબ મહિનામાં બે એકાદશીઓ હોય છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે.
Published : Oct 25, 2023, 7:04 AM IST
એકાદશીના દિવસે ન કરો આ કામઃએકાદશીના દિવસે તમારે તામસિક ભોજનનો ત્યાગ કરવો જોઈએ આ દિવસે લસણ અને ડુંગળી વગરનું ભોજન કરવું જોઈએ. એકાદશીના દિવસે ચોખાનું સેવન પણ ન કરવું જોઈએ. એકાદસીના દિવસે નશીલા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. દારૂ, ગુટખા, તમાકુ વગેરેથી દૂર રહેવું જોઈએ. એકાદસી, અમાવસ્યા ચતુર્દશી, સંક્રાંતિ અને અન્ય વ્રત અને તહેવારોના દિવસે શારીરિક સંબંધ ન બાંધવો જોઈએ, આમ કરવું પાપ છે. એકાદશીના દિવસે અપશબ્દોનો ઉપયોગ ન કરવો અને જૂઠ, અને કપટથી દૂર રહેવું જોઈએ. ચાલો જાણીએ દ્રિક પંચાંગ અનુસાર પાપંકુશા એકાદશીનો શુભ સમય...
- એકાદશી તિથિનો પ્રારંભ : 24મી ઑક્ટોબર 2023, મંગળવાર બપોરે 3:15 વાગ્યે.
- એકાદશી તિથિની સમાપ્તી : 25મી ઑક્ટોબર 2023, બુધવારે બપોરે 12:32 વાગ્યે.
- પારણનો સમય : 26મી ઓક્ટોબરે સવારે 06:12 થી 8:31 સુધીનો છે.