- મિહિરને વિજ્ઞાન માટે છે અનોખો પ્રેમ
- અત્યાર સુધીમાં કર્યા છે 1000થી વધારે પ્રયોગ
- વિદ્યાર્થીઓને ભણાવતા - ભણાવતા શરૂ કર્યા પ્રયોગ
બાલાસોર: આજે એક એવા વ્યક્તિ વિશે વાત કરવી છે જેમના ઘરમાં આપ જ્યાં નજર ફેરવશો ત્યાં તમને માત્રને માત્ર પ્રસંશાપત્ર અને પુરસ્કાર જ દેખાશે. તમને આશ્ચર્ય થશે કે આટલા પુરસ્કાર કોઇ વ્યક્તિને મળ્યા કેવી રીતે. આ પુરસ્કાર બાલાસોર જિલ્લાના બહનાગા બ્લોક અંતર્ગત ઇછાપુર ગામમના મિહિર કુમાર પાંડાને આપવામાં આવ્યો છે. તેઓ વ્યવસાયે ઇંન્જીનિયર છે પણ તેમને વિજ્ઞાન માટે અનોખો પ્રેમ છે. વિજ્ઞાન માટે તેમનો પરીણામે આ પ્રયોગશાળા તૈયાર કરવામાં આવી છે. અહિંયા 10,000થી વધારે પરિયોજનાઓ સંગ્રહિત કરવામાં આવી છે. જેનો ઉદ્દેશ દૈનિક કાર્યોને સરળ બનાવવાનો છે. ખેડૂતો અને વણકર સાથે સાથે સામાન્ય માણસોની સમસ્યાનો ઉકેલ મિહિર પાસે છે. તેમની પાસે ઘણાં અદ્દભૂત પ્રયોગ છે. જેમાં સાઇકલ રીક્ષાથી ચાલતા પાક કાપવાનું મશીન, સસ્તા રેફ્રીજરેટર, બે તરફથી ચાલતા પંખા, વિજળી પેદા કરતા પંખા, જુદા જુદા મસાલા તૈયાર કરતાં મશીન, પૈડલ સંચાલિત મશીન, ડિઝિટલ લોકર જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. આથી તેમને ઓડિસાના આઇનસ્ટાઇન તરીકે માન્યતા આપી છે.
વિદ્યાર્થીઓને ભણાવતા - ભણાવતા શરૂ કર્યા પ્રયોગ
વૈજ્ઞાનિક, મિહિર પાંડા એ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે," વર્ષ 1987માં હું વિદ્યાર્થીઓને ભણાવતો હતો. ગામડામાંથી ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે વિજ્ઞાન ભણવા માટે આવતા હતાં. ધીમે ધીમે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી ગઇ અને મોટી સંખ્યામાં સવાલો વધતા ગયા. હું તેમના ઉત્તર શોધવા અને ઉત્પાદન કરવા માટે સક્ષમ હતો. આથી મેં એવી મશીન બનાવી કે જેથી સરળતાથી દોરડા બનાવી શકાય. મારા જીવનનો ઉદ્દેશ્ય છે તે વિજ્ઞાન સામાન્ય માણસો સુધી પહોંચે છે અને તેમણે મારા આવિષ્કારો અનેક માધ્યમથી આત્મનિર્ભર બનાવે છે."
વધુ વાંચો:ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ એવા ચંદ્રપુરના આ સફળ બ્લૉગરને મળો..