ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EDએ મુખ્યપ્રધાન હેમંત સોરેનને પાઠવ્યું સમન્સ, આવતીકાલે પૂછપરછ માટે બોલાવશે - EDએ હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું

સીએમ હેમંત સોરેનની (Jharkhand Chief Minister Hemant Soren) મુશ્કેલીઓ વધી શકે છે. ખનન કેસમાં EDએ હેમંત સોરેનને સમન્સ (ED summons Jharkhand CM Hemant Soren) પાઠવ્યું છે. EDએ ગુરુવારે હેમંત સોરેનને પૂછપરછ માટે બોલાવ્યા છે.

EDએ મુખ્યપ્રધાન હેમંત સોરેનને પાઠવ્યું સમન્સ, આવતીકાલે પૂછપરછ માટે બોલાવશે
EDએ મુખ્યપ્રધાન હેમંત સોરેનને પાઠવ્યું સમન્સ, આવતીકાલે પૂછપરછ માટે બોલાવશે

By

Published : Nov 2, 2022, 1:41 PM IST

ઝારખંડ : મુખ્યપ્રધાન હેમંત સોરેનની (Jharkhand Chief Minister Hemant Soren) (Jharkhand Chief Minister Hemant Soren) મુશ્કેલીઓ વધી શકે છે. ખનન કેસમાં EDએ CM હેમંત સોરેનને સમન્સ (ED summons Jharkhand CM Hemant Soren) પાઠવ્યું છે. સમન્સમાં EDએ મુખ્યપ્રધાનેે ગુરુવારે હાજર થવા જણાવ્યું છે. તાજેતરમાં જ આ કેસમાં પંકજ મિશ્રા સહિત અન્ય 2ની ધરપકડ કરવામાં આવી હતી. ED અનુસાર ઝારખંડમાં અત્યાર સુધીમાં 1,000 કરોડ રૂપિયાથી વધુના ગેરકાયદે માઇનિંગ સંબંધિત ગુનાઓની ઓળખ કરવામાં આવી છે.

EDએ મુખ્યપ્રધાન હેમંત સોરેનને સમન્સ પાઠવ્યું :મુખ્યપ્રધાન હેમંત સોરેનને ED દ્વારા ગુરુવારે રાંચીમાં તેની પ્રાદેશિક કચેરીમાં હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. EDના સમન્સમાં કહેવામાં આવ્યું છે કે, તે PMLA એક્ટ હેઠળ પૂછપરછ અને નિવેદન નોંધવા માંગે છે. EDની તપાસ ત્યારે શરૂ થઈ જ્યારે તેઓએ સાહિબગંજ, બરહૈત, રાજમહેલ, મિર્ઝા ચોકી અને બરહરવામાં 19 સ્થળોએ ગેરકાયદેસર ખાણકામ અને ખંડણીના કથિત કેસોના સંબંધમાં 8 જુલાઈના રોજ પંકજ મિશ્રા અને તેના સહયોગીઓ પર દરોડા પાડ્યા હતા. ખાણ કૌભાંડ કેસમાં ED મની લોન્ડરિંગની (Money Laundering Case) તપાસ કરી રહી છે. આ પહેલા EDએ PMLA એક્ટ હેઠળ પંકજ મિશ્રાની ધરપકડ કરી હતી. આ કેસમાં તેમના સિવાય 2 અન્ય લોકોને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. હાલ બંને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

મોટા ચહેરાઓ પર કાર્યવાહીની શક્યતા :તાજેતરની કાર્યવાહી બાદ હવે EDએ મોટી કાર્યવાહીની તૈયારી કરી લીધી છે. આ સંદર્ભમાં કેન્દ્રીય તપાસ એજન્સીએ મંગળવારે પોલીસ હેડક્વાર્ટરને એક પત્ર મોકલ્યો છે. આ પત્ર દ્વારા કેન્દ્રીય એજન્સીએ પોલીસ દળોને તૈનાત કરવાની માગ કરી છે. જેમાં EDએ લખ્યું છે કે, રાંચીના એરપોર્ટ રોડ પર સ્થિત ED ઝોનલ ઓફિસની સુરક્ષા વધારવાની જરૂર છે.

CRPFને પણ લખ્યો પત્ર :પોલીસ હેડક્વાર્ટરના ઉચ્ચ સૂત્રોએ પણ EDના પત્રની પ્રાપ્તિની પુષ્ટિ કરી છે. પોલીસ હેડક્વાર્ટરને લખવામાં આવેલા પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ED ઘણા મહત્વના કેસોની તપાસ કરી રહી છે, આવી સ્થિતિમાં ED ઝોનલ ઓફિસની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે તે જરૂરી છે. બીજી માહિતી એવી પણ છે કે EDએ CRPFને પણ પત્ર લખ્યો છે, જેથી પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં ન આવે તો અર્ધલશ્કરી દળોને તૈનાત કરી શકાય. જોકે, અત્યાર સુધી માત્ર CRPFના જવાનો જ ED ઓફિસની સુરક્ષા સંભાળી રહ્યા છે.

વિરોધનો ખતરો: પ્રાપ્ત માહિતી અનુસાર ED હવે રાજ્યના એક મોટા રાજકારણી પર કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, આવી સ્થિતિમાં, EDને આશંકા છે કે કેટલાક લોકો રાજકારણી વિરુદ્ધ કાર્યવાહીથી નારાજ થઈને વિરોધ કરી શકે છે. આ જ કારણ છે કે, ED તેની ઓફિસની સુરક્ષા વ્યવસ્થાને સંપૂર્ણ રીતે મજબૂત કરવા માંગે છે.

ABOUT THE AUTHOR

...view details