ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડ માઇનિંગ કેસમાં EDએ પ્રેમ પ્રકાશના ઘર અને ઓફિસ પર પાડ્યા દરોડા - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ

મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર માઇનિંગ સંબંધિત કેસમાં EDની ટીમે રાંચીમાં પ્રખ્યાત બિઝનેસમેન પ્રેમ પ્રકાશ ઉર્ફે પીપીની ઓફિસ સહિત 12 સ્થળો અને ઝારખંડમાં કુલ 18 સ્થળો પર દરોડા પાડ્યા હતા. EDને પ્રેમ પ્રકાશના ઘરેથી બે AK 47 પણ મળી આવી છે. ED raids Prem Prakash house and office, Money laundering case, ED Raid In Ranchi

ઝારખંડ માઇનિંગ કેસ EDએ પ્રેમ પ્રકાશના ઘરે અને ઓફિસે પાડ્યા દરોડા
ઝારખંડ માઇનિંગ કેસ EDએ પ્રેમ પ્રકાશના ઘરે અને ઓફિસે પાડ્યા દરોડા

By

Published : Aug 24, 2022, 4:42 PM IST

રાંચી મની લોન્ડરિંગ (Money laundering case) અને ગેરકાયદે માઈનિંગ (Illegal Mining Case In Jharkhand) સાથે જોડાયેલા કેસમાં EDની કાર્યવાહી ચાલી રહી છે. EDએ રાંચીમાં પ્રેમ પ્રકાશ ઉર્ફે પીપીની ઓફિસ (ED raids Prem Prakash house and office) સહિત રાંચીના 12 સ્થળો અને ઝારખંડમાં કુલ 18 સ્થળો પર દરોડા પાડ્યા હતા. અહીં શૈલોદય ભવન સ્થિત પ્રેમ પ્રકાશના ઘરેથી બે AK 47 (Two AK 47s were recovered from Prem Prakash house) મળી આવી છે. પ્રેમ પ્રકાશ અહીં ભાડે રહેતો હતો. EDએ રાંચીના અશોક નગરમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે જયપુરિયાના સ્થાન પર પણ દરોડા પાડ્યા છે.

આ પણ વાંચોજમ્મુ કાશ્મીરમાં પોલીસકર્મીએ ગર્ભવતી પત્નીની કરી હત્યા

રાંચીમાં EDની ટીમ પાડ્યા દરોડારાંચીના હરમુ વિસ્તારમાં અરગોરા ચોક પાસે પ્રખ્યાત ઉદ્યોગપતિ પ્રેમ પ્રકાશની ઓફિસે EDની ટીમ દરોડા પાડી રહી છે, તે લાંબા સમયથી બંધ હતી. આ સિવાય ઓલ્ડ એજી કોલોની સ્થિત હોલી એન્જલ સ્કૂલ પણ EDના રડાર પર છે. દરોડા દરમિયાન CRPFના જવાનોને સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. EDના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગેરકાયદે માઈનિંગ સાથે જોડાયેલા લોકો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, પૂછપરછમાં મુખ્યપ્રધાનના ધારાસભ્ય પ્રતિનિધિ પંકજ મિશ્રા પાસેથી મળેલી માહિતીના આધારે આ દરોડો પાડવામાં આવી રહ્યો છે.

નેતાઓની નજીકના CAના ઘર પર પાડવામાં આવ્યા દરોડાઅહીં કેન્દ્રીય તપાસ એજન્સી EDએ ઝારખંડના મોટા નેતાઓની નજીકના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) પર દરોડા પાડવાની શરૂઆત કરી છે. ED રાંચીના અશોક નગર રોડ નંબર 3માં સુમિત્રા કુટીર, સી 218 પર પણ કાર્યવાહી કરી રહી છે. આ મકાનમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે.જયપુરિયાર ભાડેથી રહે છે. તેઓ રાજધાનીના પ્રભાવશાળી સીએ ગણાય છે.

અગાઉ પણ પડ્યા છે દરોડાEDએ અગાઉ 25 મેના રોજ હરમુ અને વસુંધરા એપાર્ટમેન્ટમાં પ્રેમ પ્રકાશની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ED અધિકારીઓને પ્રેમ પ્રકાશના વસુંધરા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 802માંથી કિંમતી વસ્તુઓ મળી આવી હતી. અધિકારીઓને પૂછપરછ દરમિયાન મોટી રકમની લેવડદેવડની માહિતી પણ મળી હોવાના અહેવાલ છે. ત્યારબાદ EDએ પ્રેમ પ્રકાશની ઘણા દિવસો સુધી પૂછપરછ કરી હતી.

સત્તાના કોરિડોરમાં નામ છે જાણીતુંપ્રેમ પ્રકાશ ઝારખંડમાં સત્તાના કોરિડોરમાં જાણીતું નામ છે. તેઓ સત્તાના કોરિડોરમાં પીપી તરીકે ઓળખાય છે. કહેવાય છે કે, પ્રેમ પ્રકાશ મિડ ડે મીલ માટે ઇંડા સપ્લાય કરતો હતો. આ પછી તે ઘણા IAS અધિકારીઓની નજીક બની ગયો હતો. પ્રેમ પ્રકાશ વર્તમાન સરકારમાં ટ્રાન્સફર પોસ્ટિંગના મોટા ચહેરા તરીકે ઓળખાય છે. તે અહીં સુધી કહે છે કે, સરકાર વતી દરેક ટ્રાન્સફર પોસ્ટિંગમાં તેમની સંમતિ હોય છે. તેમની સંમતિ વિના કોઈ ટ્રાન્સફર થઈ શકે નહીં. બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ થોડા દિવસો પહેલા પ્રેમ પ્રકાશ વિશે અનેક ટ્વિટ કર્યા હતા.

આ પણ વાંચોલો બોલો, યુપીમાં નકલી આર્મી ઓફિસરની ધરપકડ, સેનાનું આઈકાર્ડ પણ મળી આવ્યુ

ED આખરે પ્રેમ પ્રકાશના સ્થાને પહોંચી ગઈ25 મે 2022ના રોજ પોતાના ટ્વિટમાં નિશિકાંત દુબેએ લખ્યું હતું કે, 'ED આખરે પ્રેમ પ્રકાશના સ્થાને પહોંચી ગઈ છે. પ્રેમ ભૈયા ઝારખંડની રમતના હોંશિયાર ખેલાડી છે, રાજકારણીઓ, અધિકારીઓ બધા તેમના ખિસ્સામાં છે. અમિત ભૈયાના સર્વે, ટ્રાન્સફર પોસ્ટિંગ તેમની સંમતિ વિના નથી. આગળની રાહ જોઈ રહ્યા છીએ'. તે જ સમયે ધારાસભ્ય સરયુ રાયે પણ ટ્વિટર પર પ્રેમ પ્રકાશની તસવીર મૂકી અને લખ્યું કે, આ વ્યક્તિ કોણ છે, શું તમે બધા તેને ઓળખો છો, તે સત્તાના ગલિયારામાં ખૂબ ચાલે છે.

ABOUT THE AUTHOR

...view details