ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EDએ NCP ચીફ શરદ પવારના પૌત્ર રોહિતની કંપની પર પાડ્યા દરોડા - રોહિત પવાર

EDએ NCP ચીફ શરદ પવારના પૌત્ર રોહિત પવારની કંપની સાથે સંકળાયેલા પરિસર પર દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગ કેસમાં છ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Jan 5, 2024, 5:47 PM IST

મુંબઈ : EDએ મની લોન્ડરિંગ કેસમાં એનસીપી ચીફ શરદ પવારના પૌત્ર ધારાસભ્ય રોહિત પવારની બારામતી એગ્રો કંપની અને તેની સાથે સંકળાયેલ જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. આ દરોડા બારામતી, પુણે અને મુંબઈમાં પાડવામાં આવ્યા હતા.

ટ્વિટ કરીને પ્રતિક્રિયા શેર કરી

ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા : મહારાષ્ટ્ર પ્રદૂષણ બોર્ડે બારામતી એગ્રો કંપનીને નોટિસ ફટકારી હતી. નોટિસમાં બારામતી એગ્રો કંપનીનો પ્લાન્ટ 72 કલાકમાં બંધ કરવાનો આદેશ કરાયો હતો. આ પછી રોહિત પવાર આ નોટિસ સામે કોર્ટમાં ગયા હતા અને સ્ટે લીધો હતો. EDના દરોડા બાદ બારામતી એગ્રો કંપનીમાં કોઈને પણ પ્રવેશવા દેવામાં આવી રહ્યો નથી.

ટ્વિટ કરીને પ્રતિક્રિયા શેર કરી : આ અંગે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય રોહિત પવારે 'X' પર પોસ્ટ કરીને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. ટ્વીટમાં તેમણે કહ્યું કે, 'આ સ્વાભિમાની મહારાષ્ટ્રના પ્રગતિશીલ વિચારોનો ચહેરો છે જેણે પેઢીઓથી મહારાષ્ટ્ર ધર્મને સાચવ્યો છે અને તેનો પ્રચાર કર્યો છે. માનવ તરીકે, દરેક વ્યક્તિએ મહારાષ્ટ્ર ધર્મને જીવવા અને બચાવવા માટે સંઘર્ષ કરવા તૈયાર રહેવું પડશે. મહાપુરુષોના ફોટોગ્રાફ્સના કોલાજનો ઉપયોગ કરીને તેણે X પર આ પોસ્ટ શેર કરી છે. તેણે આ ટ્વિટ દ્વારા કહ્યું છે કે હવે તેણે કેન્દ્રીય તપાસ એજન્સીઓ સામે લડવું પડશે.

  1. Mandavi News: પૂર્વ ધારાસભ્ય મંગલદાદાનું નિધન પંથક શોકગ્રસ્ત, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી
  2. આણંદના ગાજણાં ગામમાં બાળકો કરી રહ્યા છે દેશી દારૂનું વેચાણ, વીડિયો થયો વાયરલ

ABOUT THE AUTHOR

...view details