રાયપુર: છત્તીસગઢની રાજધાની રાયપુર સહિત દુર્ગ, ભિલાઈ અને રાજનાંદગાંવમાં શનિવારે દરોડાની કાર્યવાહી ચાલુ છે. રેઇડની (Action of ED in Chhattisgarh) આ કાર્યવાહી રવિવાર સુધી ચાલે તેવી શક્યતા છે. છત્તીસગઢમાં ફોરેન ઓરિજિન ગોલ્ડ સ્મગલિંગ સિન્ડિકેટ (Foreign Origin Gold Smuggling Syndicate in Chhattisgarh) ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મળ્યા બાદ ED(Enforcement Directorate)એ કાર્યવાહી કરી છે.
સંસ્થાઓ પર દરોડા: EDએ 5 સંસ્થાઓના 15 સ્થળો પર દરોડા પાડ્યા (ED in Chhattisgarh) છે, જેમાં રાજનાંદગાંવની મોહિની જ્વેલર્સ રાજનાંદગાંવ (Mohini Jewelers Rajnandgaon), નવકાર જ્વેલર્સ દુર્ગ (Navkar Jewelers Durg) અને રાયપુરની સુમિત જ્વેલર્સ (ED in Sumit Jewelers Raipur) સહિત તેમની સંલગ્ન સંસ્થાઓ પર દરોડા પાડવામાં આવ્યા છે. શુક્રવારે સવારથી ભિલાઈ અને રાજનાંદગાંવમાં દરોડા શનિવારે પણ ચાલુ છે.
આ પણ વાંચો :પ્રેગ્નેસીની જાહેરાત પછી પહેલી વાર આલિયાએ રણબીર સાથે આપ્યો પોઝ
સુરક્ષામાં CRPF : આ કાર્યવાહીમાં નાગપુર સબ ઝોનલ અને રાયપુર ઝોનલ ઓફિસ સહિત ED હેડક્વાર્ટરના લગભગ 20 થી 22 અધિકારીઓની ટીમ કાર્યવાહી કરી રહી છે. આ સમગ્ર કાર્યવાહી EDના આસિસ્ટન્ટ ડાયરેક્ટર સ્તરના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. તેમની સુરક્ષામાં CRPF (Central Reserve Police Force) ના 30થી વધુ પુરૂષ અને મહિલા સશસ્ત્ર ગાર્ડ પણ હાજર છે. જ્વેલર્સ ઉપરાંત, EDએ આ કાર્યવાહીમાં તેની તપાસમાં 2 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ રાજેન્દ્ર કોઠારી અને એસ કોઠારીને પણ લીધા છે.