ગુજરાત

gujarat

ETV Bharat / bharat

EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના PAની કરી ધરપકડ - New Excise Policy

નાયબ મુખ્યપ્રઘાને માહિતી આપી છે કે, દિલ્હી સરકારની નવી આબકારી નીતિ કૌભાંડની તપાસ કરી રહેલા EDએ શનિવારે નાયબ મુખ્યપ્રઘાન મનીષ સિસોદિયાના PA દેવેન્દ્ર શર્માની ધરપકડ (ED arrests Manish Sisodias PA) કરી હતી.

EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના PAની કરી ધરપકડ
EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયાના PAની કરી ધરપકડ

By

Published : Nov 5, 2022, 7:52 PM IST

નવી દિલ્હી:નાયબમુખ્યપ્રઘાનમનીષસિસોદિયાએ દાવો કર્યો છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા તેમના PAની ધરપકડ (ED arrests Manish Sisodias PA) કરવામાં આવી છે. દેવેન્દ્ર શર્મા પૂર્વીય દિલોના મંડાવલીમાં રહે છે. એક ટ્વીટમાં સિસોદિયાએ કહ્યું કે, 'મારા ઘર પર ખોટી FIR કરીને દરોડા પાડ્યા, બેંક લોકરની તપાસ કરી, મારા ગામ તપાસ કરી પણ મારી સામે કંઈ મળ્યું નહીં. આજે તેઓએ મારા PAના ઘરે દરોડા પાડ્યા, ત્યાં પણ કંઈ નથી.તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ભાજપના લોકો! ચૂંટણીમાં હારનો આટલો ડર.

ભ્રષ્ટાચારની તપાસ કરવાની ભલામણ:સિસોદિયાના આ દાવા પર ભાજપે કહ્યું કે, કાયદો તેનું કામ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 19 ઓગસ્ટના રોજ દિલ્હીમાં નવી એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના મામલામાં નાયબ મુખ્યપ્રઘાન મનીષ સિસોદિયાના (Deputy Chief Minister Manish Sisodia) ઘરેથી, ઓફિસથી લઈને અન્ય જગ્યાએ પણ સીબીઆઈએ દરોડા પાડ્યા હતા. જે બાદ ED દ્વારા દિલ્હી સહિત દેશના અન્ય શહેરોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. દિલ્હી સરકારે ગયા વર્ષે લાગુ કરેલી નવી આબકારી નીતિ, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે, લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ઓગસ્ટમાં CBIને નવી આબકારી નીતિના અમલમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાની ભલામણ કરી હતી.

દારૂની દુકાનો બંધ કરવાનો નિણર્ય: દિલ્હીમાં અગાઉ સરકારી દુકાનોમાં દારૂ વેચાતો હતો. પસંદગીના સ્થળોએ ખુલેલી દુકાનોમાં જ નિર્ધારિત દરે દારૂનું વેચાણ થતું હતું. વર્ષો જુની બનાવેલી પોલીસી હેઠળ આ દારૂનું વેચાણ હતું. ગયા વર્ષે નવેમ્બરમાં કેજરીવાલ સરકારે (Kejriwal Government) દારૂના વેચાણ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત દારૂના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓ અને દુકાનદારોને આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે આનાથી સ્પર્ધા થશે અને ઓછી કિંમતે દારૂ ખરીદી શકશે. આ ઉપરાંત દેશી-વિદેશી તમામ બ્રાન્ડનો દારૂ દુકાન પર એક જ જગ્યાએ મળશે. પરંતુ નવી આબકારી નીતિ હેઠળ, સરકારે નવેમ્બરથી દિલ્હીમાં વેચાતી દારૂની દુકાનો અચાનક બંધ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે દારૂના વેચાણને લઈને ગભરાટ ફેલાયો હતો.

11 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા: આબકારી વિભાગના ભૂતપૂર્વ કમિશનર એ ગોપી કૃષ્ણ અને ડેપ્યુટી કમિશનર આનંદ કુમાર તિવારી સમિતિએ ઓગસ્ટમાં લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના દ્વારા નવી આબકારી નીતિ બનાવવામાં અનિયમિતતા બદલ 11 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. દિલ્હીના મુખ્ય સચિવ નરેશ કુમાર દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરને સુપરત કરવામાં આવેલા 37 પાનાના રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં વિજિલન્સ વિભાગની તપાસને આધાર બનાવવામાં આવી છે. તકેદારી વિભાગ દ્વારા આપવામાં આવેલા તેના રિપોર્ટમાં નવી એક્સાઈઝ પોલિસીમાં (New Excise Policy) ઘણી કથિત ગેરરીતિઓ હોવાનું જણાવવામાં આવ્યું છે.

બે આરોપીઓની ધરપકડ: તમને જણાવી દઈએ કે, CBI અને EDએ દારૂ કૌભાંડ કેસની તપાસ દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી છે. 'Muchlouder'ના સીઈઓ અને 'આપ કોમ્યુનિકેશન્સ'ના ઈન્ચાર્જ વિજય નાયરની CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને 'ઈન્ડો સ્પિરિટ'ના એમડી સમીર મહેન્દ્રુની દિલ્હીમાં ઈડી અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CBIનો આરોપ છે કે, વિજય નાયર વતી મહેન્દ્રુએ દિલ્હીના ઉપમુખ્યપ્રઘાન મનીષ સિસોદિયાના સહયોગી અર્જુન પાંડેને 2 કરોડથી 4 કરોડ રૂપિયા આપ્યા હતા. આમાંથી કેટલાક પૈસા રામચંદ્ર પિલ્લઈના હોવાની આશંકા છે. સંભવતઃ આ સંદર્ભમાં બંનેની ધરપકડ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details