નવી દિલ્હીઃ ED દ્વારા આજે વહેલી સવારે AAP સાંસદ સંજય સિંહના ઘરે છાપામારી કરવામાં આવી હતી. EDએ સંજય સિંહની 10 કલાક પુછપરછ કરી હતી. ત્યારબાદ સાંજે EDએ સંજય સિંહની ધરપકડ કરી લીધી છે.
રાત લોક અપમાં વિતાવવી પડશેઃ EDની ધરપકડ બાદ સંજય સિંહને રાત લોક અપમાં વિતાવવી પડશે. ગુરુવાર એટલે કે આવતીકાલ સવારે સંજય સિંહને અદાલતમાં રજૂ કરાશે. સંજય સિંહ આમ આદમી પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ બાદ મહત્વનું રાજકીય કદ ધરાવતા નેતા છે. હવે તેમની ધરપકડને પરિણામે આમ આદમી પાર્ટીને નુકસાન થશે. લીકર પોલિસી મુદ્દે હજુ સુધી જેટલાની ધરપકડ થઈ છે તેમાંથી કોઈને જામીન મળ્યા નથી.
સંજય સિંહનો કટાક્ષઃ આજ સવારે ED દ્વારા સંજય સિંહના ઘરે રેડ પાડવામાં આવી હતી. આ ઘટના સંદર્ભે સંજય સિંહે "ફક્કડ હાઉસમાં EDનું સ્વાગત છે" તેવો કટાક્ષ દર્શાવતો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આમ આદમી પાર્ટીએ સંજય સિંહની ધરપકડનો ખૂબ વિરોધ નોંધાવ્યો હતો અને તીખી પ્રતિક્રિયા આપી હતી. આપ સમર્થકોએ ધરપકડના વિરોધમાં સંજય સિંહના ઘર બહાર ખૂબ સૂત્રોચ્ચાર કર્યો હતો.
કેજરીવાલના વાકપ્રહારઃ અરવિંદ કેજરીવાલે કથિત લીકર પોલીસી સ્કેમના છેલ્લા 1 વર્ષના શોરબકોર પર વાકપ્રહાર કર્યા હતા. કેજરીવાલનો આરોપ છે કે આ કથિક કૌભાંડમાં 1 પૈસાનો ગોટાળો સામે આવ્યો નથી. આ કથિત કૌભાંડમાં 1,000થી વધુ છાપામારી કરવામાં આવી છે. આ જ શ્રેણીમાં સંજય સિંહના ઘરે પણ કશુ મળવાનું નથી. આ હારેલા માનવીઓની હતાશાઓનું પ્રદર્શન છે.
લીકર પોલિસી મુદ્દે બીજા નેતાની ધરપકડઃ આમ આદમી પાર્ટીના મહત્વના નેતાગણ પર લીકર પોલિસી સ્કેમનો ગાળીયો ફિટ કરવામાં આવી રહ્યો છે. સંજય સિંહ અગાઉ આપ સરકારના તત્કાલીન નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ED ધરપકડ કરી ચૂકી છે. ત્યારબાદ મનીષ સિસોદિયાએ રાજીનામુ આપ્યું હતું.
શું છે લીકર પોલિસીઃ દિલ્હીમાં કેજરીવાલ સરકારે 17 નવેમ્બર 2021ના રોજ નવી લીકર પોલિસી જાહેર કરી હતી. આ પોલિસીમાં દિલ્હીને કુલ 32 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. દરેક ઝોનમાં 27 દારુની દુકાનો ખોલવાની પરવાનગી હતી. આમ કુલ 849 દુકાનોને પરવાનગી મળવાની હતી. આ પોલિસીમાં દરેક દુકાનને પ્રાઈવેટ કરવાનું પ્રાવધાન હતું. આ અગાઉ 60 ટકા દુકાનો સરકારી અને 40 ટકા દુકાનો પ્રાઈવેટ હતી. નવી નીતિને પરિણામે કેજરીવાલ સરકારને કુલ 3500 કોડનો ફાયદો થવાનો હતો. સરકારે લાયસન્સની ફીઝ પણ અનેકગણી વધારી દીધી હતી.
- Monsoon Session: AAP સાંસદ સંજય સિંહ 'અભદ્ર વર્તન' માટે સંસદમાંથી સસ્પેન્ડ
- UP Assembly elections : AAP નેતા સંજય સિંહ અખિલેશ યાદવને મળ્યા, રાજકારણ ગરમાયું