નવી દિલ્હીઃ આજે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાના 78મા સંસ્કરણના મહત્વપૂર્ણ સત્રને વિદેશ પ્રધાન એસ. જયશંકર સંબોધન કરવાના છે. સમગ્ર વિશ્વની નજર જયશંકરના આ સંબોધન પર છે કારણ કે તેઓ કેનેડાના વડાપ્રધાનને ભારત પર લગાવેલા આરોપોનો જવાબ આપે તેવી પૂરી શક્યતાઓ છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ તાજેતરમાં કેનેડામાં ખાલીસ્તાની સમર્થક અને પ્રમુખ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ ગણાવ્યો હતો.
જયશંકર ન્યૂયોર્કમાંઃ 78મી UNGAમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે જયશંકર ન્યૂયોર્ક પહોંચ્યા છે. તેમણે સોમવારે UNGAના અધ્યક્ષ ડેનિસ ફ્રાંસિસ સાથે મુલાકાત કરી હતી. તેમણે અર્મેનિયાના અરારત મિર્જોયાન સાથે પણ બેઠક કરી હતી. બંને નેતાઓએ મજબૂત દ્વિપક્ષીય સંબંધની હિમાયત કરી હતી.
દ્વિપક્ષીય સંબંધ પર ચર્ચાઃ આ બેઠકની જાણકારી જયશંકરે પોતાના એક્સ હેન્ડલ પર આપી છે. 78મી UNGAના પ્રસંગે અર્મેનિયાના વિદેશ પ્રધાન અરારત મિર્જોયાન સાથે મુલાકાત થઈ, અમે મજબૂત દ્વિપક્ષીય સંબંધ પર ચર્ચા કરી હતી.
સાઉથ રાઈઝિંગ કાર્યક્રમઃ જયશંકરે બોસ્નિયા અને હર્જેગોવિનાના વિદેશ પ્રધાન એલ્મેડિન કોનાકિવક સાથે પણ મુલાકાત કરી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરી હતી. આ દરમિયાન વિદેશ પ્રધાને 'સાઉથ રાઈઝિંગઃ પાર્ટનરશિપ, ઈન્સ્ટિટ્યૂશન્સ એન્ડ આઈડિયાઝ' કાર્યક્રમને સંબોધતા કહ્યું કે આર્થિક સમૃદ્ધ દેશો ઉત્પાદન ક્ષમતાનો લાભ ઉઠાવી રહ્યા છે જ્યારે સંસ્થાગત પ્રભાવવાળા દેશોએ પોતાની ક્ષમતાને હથિયાર બનાવી લીધું છે.
ગ્લોબલ સાઉથની ઓળખઃ કોવિડ-19 પેન્ડેમિક વિશે તેમણે નિવેદન કર્યુ કે, હજુ પણ બેવડા ધોરણો પર વિશ્વ ચાલી રહ્યું છે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશન, સંયુક્ત રાષ્ટ્ર, ભારત અને રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આયોજિત કાર્યક્રમ દરમિયાન જયશંકરે કહ્યું કે દુનિયામાં દોસ્તીનું ચલણ વધી રહ્યું છે. ગ્લોબલ સાઉથ તેનું એક પ્રતીક છે. જો કે અમારે રાજકીય વિરોધોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. પ્રભાવશાળી પદો પર બેસેલા લોકો પરિવર્તનના દબાણનો વિરોધ કરી રહ્યા છે.
વોશિંગ્ટન ડીસીનો પ્રવાસ કરશેઃ તેમણે 78મી UNGAના સંબોધન વિશે જણાવ્યું કે તેઓ વાસ્તવિક્તા વિશે જ બોલશે. આપણે અત્યારે બેવડા ધોરણોમાંથી પસાર થઈ રહ્યા છીએ. ગ્લોબલ સાઉથ અને ભારતની G-20ની અધ્યક્ષતા વિશે પણ જણાવ્યું. તેમણે ભારતને ગ્લોબલ સાઉથનો અવાજ ગણાવ્યો અને G-20માં આ વિષય પર ચર્ચા કરવા માટે પ્રેરણા વૈશ્વિક વિકાસ માટે આવશ્યક હતી. વૈશ્વિક શાંતિ માટે જ G-20ની સ્થાપના કરવામાં આવી છે. ન્યૂયોર્કની મુલાકાત બાદ જયશંકર વોશિંગ્ટન ડીસી જશે.
- કેન્દ્રીય વિદેશ પ્રધાન ડો.એસ.જયશંકરનું વડોદરા એરપોર્ટ પર કરાયું ભવ્ય સ્વાગત
- PM મોદીએ વિદેશ નીતિને નાગરિકકેન્દ્રી, વિકાસકેન્દ્રી અને સુરક્ષાકેન્દ્રી બનાવી છે, VNSGUમાં વિદેશ પ્રધાનનું નિવેદન