- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાતે
- 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે
- આવાસ યોજનાના લાભાર્થીઓને તેમના ઘરની ચાવીઓ આપશે
નવી દિલ્હી/અમદાવાદ: રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ (President Ram Nath Kovind ) 28 થી 30 ઓક્ટોબર સુધી ગુજરાતની મુલાકાતે આવશે, જે દરમિયાન તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાના(Pradhan Mantri Awas Yojana) કેટલાક લાભાર્થીઓને ચાવી આપશે અને રામ કથાના વાચક મોરારી બાપુને મળશે. રાષ્ટ્રપતિની ગાંધીનગરની (Gandhinagar)આગામી મુલાકાત અંગે માહિતી આપતા ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે કોવિંદ ગુરુવારે બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.
રાષ્ટ્રપતિઅમદાવાદથી હવાઈ માર્ગે ભાવનગર પહોંચશે
રાજ્ય સરકારના પ્રવક્તા વાઘાણીએ જણાવ્યું કે, સાંજે રાષ્ટ્રપતિ કોવિંદ ગાંધીનગરના રાજભવન ખાતે 'હાઈ ટી' દરમિયાન ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશોને (Judges of Gujarat High Court)મળશે. રાષ્ટ્રપતિ 29 ઓક્ટોબરે અમદાવાદથી હવાઈ માર્ગે ભાવનગર (Bhavnagar)પહોંચશે અને ત્યાંથી તેઓ મોરારી બાપુના મૂળ ગામ તલગાજરડા જવા રવાના થશે.
મોરારી બાપુના આશ્રમ ચિત્રકૂટધામની પણ મુલાકાત