ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આખરે ડુપ્લિકેટ સલમાને આત્મસમર્પણ કર્યું, રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો

ડુપ્લિકેટ સલમાન તરીકે જાણીતા આઝમ અલી અંસારીએ સોમવારે લખનૌમાં આરપીએફ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. ડુપ્લિકેટ સલમાન ખાને રેલવે ટ્રેક પર વીડિયો (Duplicate Salman Khan video ) બનાવ્યો હતો.

By

Published : Sep 20, 2022, 4:03 PM IST

આખરે ડુપ્લિકેટ સલમાને આત્મસમર્પણ કર્યું, રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો
આખરે ડુપ્લિકેટ સલમાને આત્મસમર્પણ કર્યું, રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યો હતો

લખનૌઃ ડુપ્લિકેટ સલમાન ખાને સોમવારે લખનૌ સિટી સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. આરપીએફએ તેને રેલવે કોર્ટમાં મોકલી આપ્યો હતો. જણાવી દઈએ કે 23 ઓગસ્ટના રોજ ડુપ્લિકેટ સલમાન ખાનના નામથી પ્રખ્યાત આઝમ અલી અંસારીએ દાલીગંજ પાસે રેલવે ટ્રેક પર સોશિયલ મીડિયા માટે એક વીડિયો (Duplicate Salman Khan video) બનાવ્યો હતો. તેણે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ RPFએ આઝમ અલી વિરુદ્ધ (Duplicate Salman Khan arrested) કેસ દાખલ કર્યો હતો. ડુપ્લિકેટ સલમાન ખાન વીડિયોમાં લખનૌ સિટી સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર 'તેરે નામ હમને કિયા હૈ' ટ્રેક પર સૂતો વીડિયો બનાવતો જોવા મળે છે. આ વીડિયો વાયરલ થયા બાદ RPF આઝમ અલી અંસારી ઉર્ફે ડુપ્લિકેટ સલમાન ખાન વિરુદ્ધ RPF એક્ટની કલમ 147, 145 અને 167 હેઠળ કેસ નોંધ્યો હતો.

આઝમ અલી અંસારી ઘણા સમયથી ફરાર હતો. તેની શોધમાં RPFની ટીમે ચોકના ઘણા વિસ્તારોમાં દરોડા પણ પાડ્યા છે. RPF ઇન્સ્પેક્ટર સુરેશ કુમારના જણાવ્યા અનુસાર, ડુપ્લિકેટ સલમાન ખાન વિરુદ્ધ RPF એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. સોમવારે તેણે RPF સિટી સ્ટેશન એડમિનિસ્ટ્રેશન સામે આત્મસમર્પણ કર્યું. તેણે વીડિયો બનાવવા બદલ માફી પણ માંગી છે.

RPFના નિરીક્ષક સુરેશ કુમારે જણાવ્યું હતું કે રેલવે ટ્રેક સંવેદનશીલ જગ્યાઓ છે. તેના પર અથવા તેની આસપાસ આવા કૃત્યો કરવા તે કાયદાનું ઉલ્લંઘન છે. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ રેલ્વે ટ્રેક પર આવા કૃત્યો ન કરે જે આરપીએફ કાયદાની વિરુદ્ધ હોય.

ABOUT THE AUTHOR

...view details