ગુજરાત

gujarat

ETV Bharat / bharat

માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો, માતા બચી ગઈ પણ... - woman jumped in a well with 4 children

રાજસ્થાનના અજમેરમાં પારિવારિક વિવાદના કારણે એક મહિલાએ 4 બાળકો (woman jumped in a well with 4 children) સાથે કૂવામાં ઝંપલાવ્યું. આ ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલા ગ્રામજનો અને પોલીસે મહિલાને કુવામાંથી જીવતી બહાર કાઢી હતી, પરંતુ તેના ચારેય બાળકોના મોત નીપજ્યા હતા.

માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો, માતા બચી ગઈ પણ...
માતાએ પોતાના 4 બાળકો સાથે કૂવામાં કૂદકો માર્યો, માતા બચી ગઈ પણ...

By

Published : Aug 6, 2022, 10:17 PM IST

અજમેર: રાજસ્થાનના અજમેર જિલ્લાના માંગલિયાવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે રાત્રે પારિવારિક વિખવાદ થયો હતો. જેને કારણે એક મહિલાએ તેના ચાર (woman jumped in a well with 4 children) બાળકો સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં ચાર બાળકોના મોત (Four Children Died) થયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ (Ajmer Police) ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે ગ્રામજનોની મદદથી મહિલાને સુરક્ષિત બહાર કાઢી હતી.

આ પણ વાંચો: Murder Case in Ahmedabad : પારિવારિક તકરારમાં IB ઓફિસરે પત્નીની હત્યા કરાવી

પરિવારનો ઝઘડો:આ આખો મામલો અજમેર જિલ્લાના ગીગલપુરા ગામનો છે. માંગલિયાવાસ પોલીસ સ્ટેશનના પ્રભારી સુનીલ ટાડાએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે મોતી દેવીનો પત્ની બોડુ ગુર્જર (ઉ.વ.32)નો પરિવારમાં ઝઘડો થયો હતો. કૌટુંબિક વિખવાદથી પરેશાન, તેણે તેના 4 બાળકો કોમલ (ઉ.વ. 4), રિંકુ (ઉ.વ.3), રાજવીર (ઉ.વ.2) અને દેવરાજ (એક મહિનો) સાથે બાળકો સાથે કૂવામાં કૂદકો મારી દીધો હતો.

બાળકોના મૃત્યું: સમગ્ર ઘટનાની જાણ પોલીસે થતા પોલીસ ટીમ પહોંચી ગઈ હતી. આ સાથે ગ્રામજનો પણ દોડી આવ્યા હતા. મોડી રાત સુધીમાં ત્રણ બાળકોના મૃતદેહ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યા હતા જ્યારે ચોથા બાળકનો મૃતદેહ સવારે કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: રોકેટની જેમ આવતી સ્કોર્પિયો કારે 2 બાઈક ચાલકને અડફેટે લીધા, જુઓ વીડિયો

શું કહે છે આગેવાન: ગામના આગેવાન પ્રતાપે જણાવ્યું કે મોતી દેવીના પતિ બોડુ ગુર્જર ખેતીનું કામ કરે છે. આ 4 બાળકો સિવાય એક મોટો પુત્ર રવિ (ઉ.વ.7) છે. જે બચી ગયો છે. માંગલિયાવાસ પોલીસ સ્ટેશનના ASI હોશિયાર સિંહે જણાવ્યું કે મોતી દેવી લાંબા સમયથી ડિપ્રેશનનો શિકાર હતી. તેના પતિ બોદુ સિંહે પણ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તે ઘણીવાર તણાવમાં રહેતી હતી. 4 બાળકો સહિત મોતી દેવીએ કૂવામાં ઝંપલાવ્યું હતું. આ ઘટનામાં 4 બાળકોના મોત થયા છે. પોલીસે ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું મોકલી દીધા હતા.

ABOUT THE AUTHOR

...view details