- આર્યન ખાનની 2 ઓક્ટોબરની રાત્રે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી
- આર્યન ખાનની જામીન અરજી પર 28 ઓક્ટોબર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ રહેશે
- આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી
હૈદરાબાદ: અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર ગુરુવારે (28 ઓક્ટોબર) બોમ્બે હાઈકોર્ટમાં (Bombay High Court)સુનાવણી ચાલુ રહેશે. 28 ઓક્ટોબરે NCB કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરશે. આર્યન ખાન(Aryan Khan) અને અરબાઝ મર્ચન્ટના(Arbaaz Merchant) વકીલ અમિત દેસાઈએ (Amit Desai)બુધવારે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. આર્યન ખાનની 2 ઓક્ટોબરની રાત્રે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી
જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ (Justice N.W. Sambre)મંગળવારે આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી શરૂ કરી હતી. બુધવારે આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગી, કેસમાં સહ-આરોપી અરબાઝ મર્ચન્ટના વકીલ અમિત દેસાઈ (Amit Desai)અને એડવોકેટ અલી કાસિફ ખાન દેશમુખ, મુનમુન ધામેચા(Moonmoon Dhamecha) તરફથી હાજર થઈને તેમની દલીલો પૂરી કરી.
અનિલ સિંહ ડ્રગ્સ કેસમાં એનસીબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે
લગભગ બે કલાક સુધી કોર્ટમાં આ મામલાની સુનાવણી પછી જસ્ટિસ સાંબ્રેએ કહ્યું કે તેઓ ગુરુવારે (28 ઓક્ટોબર) એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહની દલીલો સાંભળશે. અનિલ સિંહ ડ્રગ્સ કેસમાં એનસીબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. "આવતીકાલે અમે તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીશું," જસ્ટિસે કહ્યું.
ક્રૂઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી
2 ઓક્ટોબરની રાત્રે મુંબઈથી ગોવા જઈ રહેલા ક્રૂઝ શિપ પર NCBના દરોડા દરમિયાન ડ્રગ્સના કેસમાં આર્યન ખાન (23), મર્ચન્ટ અને ધામેચા સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. NDPS કેસ માટેની વિશેષ અદાલતે 20 ઓક્ટોબરે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ તમામ આરોપીઓએ ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
ગઈકાલે (બુધવારે) આર્યન ખાનના વકીલે આ દલીલો રજૂ કરી હતી
3 ઓક્ટોબરના રોજ એક સરખા ગુનામાં તમામની ધરપકડ કરવામાં આવી હતી.
ધરપકડ કરવાને બદલે સહકાર લેવો જોઈતો હતો.
અરબાઝ પર માત્ર ડ્રગ્સ લેવાનો આરોપ છે.
આરોપી સાથે સંબંધિત નથી.
ધરપકડ ગેરકાયદેસર રીતે કરવામાં આવી હતી.
કોઈ કાવતરું નહોતું ત્યારે ધરપકડ કેમ કરવામાં આવી?
તેમાં 27A અને 29નો કોઈ ઉલ્લેખ નહોતો.
અરબાઝની ધરપકડ પણ ગેરકાયદેસર છે.
જામીન એ નિયમ છે પણ જેલ અપવાદ હોવો જોઈએ
હવે ધરપકડ એ નિયમ છે અને જામીન અપવાદ છે.