ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બેંગ્લોર પોલીસે ડ્રગ્સ ગેંગનો કર્યો પર્દાફાશ, 23 લાખના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ - પોલીસ

દિવાળી પર કર્ણાટકની રાજધાની બેંગ્લોરમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે દરોડા પાડી આશરે 23 લાખ 80 હજાર રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ સાથે જ પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે.

બેંગ્લોર પોલીસે ડ્રગ્સ ગેંગનો કર્યો પર્દાફાશ, 23 લાખના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ
બેંગ્લોર પોલીસે ડ્રગ્સ ગેંગનો કર્યો પર્દાફાશ, 23 લાખના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ

By

Published : Nov 15, 2020, 3:45 AM IST

  • બેંગ્લોર પોલીસે ડ્રગ્સ ગેંગનો કર્યો પર્દાફાશ
  • પોલીસે આરોપી પાસેથી 23 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું
  • આરોપીઓ આસામ અને ઝારખંડના હોવાનું સામે આવ્યું

બેંગલુરુ: કર્ણાટકની રાજધાનીમાં માઇકો લેઆઉટ પોલીસ સ્ટેશનના પોલીસે શનિવારે ડ્રગ્સ ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગ ચોકલેટ ડ્રગ્સ અને ગાંજાના વેચાણમાં સામેલ હતી. પોલીસે ઘટના સ્થળેથી 3 લોકોની ધરપકડ કરી છે.

આરોપી

આજીવિકા માટે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું

પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા આરોપીઓ આયુષ પાંડે, રોહિત રામ અને નૂર અલી છે. આ ત્રણેય મૂળ આસામ અને ઝારખંડના છે. પોલીસે જણાવ્યું કે, આ લોકો કુરિયર બોય તરીકે કામ કરવા બેંગ્લોર આવ્યા હતા અને અહીં સ્થાયી થયા હતા. પોલીસે વધુમાં કહ્યું કે, કોરોનાને કારણે આ લોકોએ તેમની નોકરી ગુમાવી દીધી હતી અને આજીવિકા માટે ડ્રગ્સ અને ગાંજો વેચવાનું શરૂ કર્યું હતું.

સમગ્ર બેંગ્લોરમાં ડ્રગ્સ વેંચતા હતા

પોલીસે માહિતી આપતા જણાવ્યું કે, આ લોકો નવા વર્ષ નિમિત્તે યોજાનારી પાર્ટીઓમાં ડ્રગ્સ સપ્લાય કરવાની યોજના બનાવી રહ્યા હતા. ત્રણેય આરોપીઓએ કુરિયર બોય બનીને ચોકલેટ ડ્રગ્સ અને ગાંજાના ટેડી બિયર, સ્પીકર બૉક્સ, મેડિકલ કિટ બૉક્સ અને ખાલી સીપીયુમાં સપ્લાય કરવાની યોજના બનાવી હતી. પોલીસના મતે તે બેંગ્લોરના મોટાભાગના વિસ્તારોમાં ડ્રગ્સ વેંચતા હતા.

23 લાખ 80 હજાર રૂપિયાની ડ્રગ્સ મળી

પોલીસે આ આરોપી પાસેથી 4.330 કિલો ચોકલેટ ચરસ, 170 ગ્રામ મેંગો મારિજુઆના, 120 ગ્રામ હેશ ઓયલ, 270 ગ્રામ ચરસ, 8 ગ્રામ બ્રાઉન સુગર, 9 એમડીએમએ અને 100 એલએસડી સ્ટ્રિપ્સ જપ્ત કરી છે. જેની કુલ કિંમત આશરે 23 લાખ 80 હજાર રૂપિયા આંકવામાં આવે છે. આ ઉપરાંત તેમની પાસેથી 2 બાઇક અને 3 મોબાઈલ પણ મળી આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details