ઈસ્લામાબાદ: પાકિસ્તાની-હિંદુ ડૉ. સવીરા પ્રકાશ આગામી સામાન્ય ચૂંટણીઓમાં ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બુનેર જિલ્લામાંથી લઘુમતી સમુદાયની પ્રથમ મહિલા ઉમેદવાર બનવા જઈ રહી છે. ડૉનના અહેવાલ મુજબ, પ્રકાશે 23 ડિસેમ્બરે PK-25 સામાન્ય બેઠક માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. તે હાલમાં જિલ્લામાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) મહિલા પાંખના જનરલ સેક્રેટરી તરીકે સેવા આપી રહ્યાં છે અને તેઓ પાર્ટીની ટિકિટ પર ચૂંટણી લડશે તેવી અપેક્ષા છે.
Pakistan election :આ પાકિસ્તાની-હિન્દુ મહિલા ખૈબર પખ્તૂનખ્વા થી પ્રથમ વખત લડશે ચૂંટણી, જાણો કોણ છે તે ?
પાકિસ્તાનમાં આગામી ફેબ્રુઆરીમાં યોજાનાર સંસદની ચૂંટણીમાં પાકિસ્તાની-હિન્દુ મહિલા બુનેર જિલ્લામાંથી અલ્પસંખ્યક હિન્દુ સમુદાયની પ્રથમ મહિલા ઉમેદવાર બને તેવી અટકળો ચાલી રહી છે. ડૉ.સવીરા પ્રકાશ હાલમાં બુનેર જિલ્લાથી પાકિસ્તાન પિપલ્સ પાર્ટીની મહિલા વિંગની મહાસચિવ તરીકે કાર્યરત છે.
Published : Dec 27, 2023, 7:09 AM IST
પાક.માં આગામી ફેબ્રુ.માં સંસદની ચૂંટણી: પાકિસ્તાનમાં 16મી રાષ્ટ્રીય સંસદના સભ્યોને ચૂંટવા માટે આવતા વર્ષે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. પ્રકાશે 2022માં એબોટાબાદ ઈન્ટરનેશનલ મેડિકલ કોલેજમાંથી MBBS પૂર્ણ કર્યું છે, તેણે ડૉનને કહ્યું કે તેની તબીબી પૃષ્ઠભૂમિને કારણે, "માનવતાની સેવા કરવી મારા લોહીમાં છે." તેમણે કહ્યું કે એક ચૂંટાયેલા ધારાસભ્ય બનવાનું તેમનું સ્વપ્ન ગરીબ વ્યવસ્થાપન અને એક ડૉક્ટર તરીકે સરકારી હોસ્પિટલોમાં અનુભવેલી લાચારીમાંથી ઉદ્ભવ્યું છે.
સોશિયલ મીડિયા પર છવાઈ સવીરા: પ્રકાશે એક મીડિયા સાથે કરતા જણાવ્યું હતું કે, તે પોતાના વિસ્તારના ગરીબો માટે કામ કરવા માટે તેના પિતાના પગલે ચાલવા માંગે છે. તેમના પિતા ઓમ પ્રકાશ, તાજેતરમાં નિવૃત્ત થયેલા ડૉક્ટર છે, જેઓ 35 વર્ષથી પાર્ટીના સક્રિય સભ્ય છે. પ્રકાશની ઉમેદવારીને ટેકો આપતા, સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્શર ઈમરાન નોશાદ ખાને લખ્યું. " ડૉ. સવીરા પ્રકાશ બુનેરથી પ્રથમ મહિલા ઉમેદવાર છે, જે એક ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે મહિલાઓ આ પહેલાં રાજકારણમાં સામેલ થઈ નથી. તેમણે આગળ કહ્યું, રૂઢિતાવાદિતાને તોડવામાં હૃદયપૂર્વક તેમનું સમર્થન કરૂ છું". મહત્વપૂર્ણ છે કે, પાકિસ્તાન ચૂંટણી પંચ સામાન્ય બેઠકો પર મહિલા ઉમેદાવારોને ઓછામાં ઓછી 5 ટકા પ્રતિનિધિત્વ ફરજીયાત કરે છે.