ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું ગઈકાલ રાત્રે વડાપ્રધાન મોદીએ હાર્દિક પટેલને Dictation આપ્યું?

ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા એક મોટો ફટકો લાગ્યો છે. હાર્દિક પટેલે (Hardik Patel Resignation) કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું આપી દેતા રાજકીય ખળભળાટ (Congress Big Loss) મચી ગયો હતો. એમના એ નિર્ણયથી રાજકીય પારો ઉપર ચડ્યો હતો. જોકે, આ નિર્ણય પર જુદા જુદા વિપક્ષના નેતાએ પોતાના મત વ્યક્ત કર્યા છે. પણ કોંગ્રેસના નેતા ડૉ.રાગીની નાયકે એક સણસણતો કટાક્ષ કરી હાર્દિક પટેલનો રાજીનામાનો પત્ર ટ્વિટ કર્યો છે.

શું ગઈકાલ રાત્રે વડાપ્રધાન મોદીએ હાર્દિક પટેલને ડિક્ટેટ કર્યું?
શું ગઈકાલ રાત્રે વડાપ્રધાન મોદીએ હાર્દિક પટેલને ડિક્ટેટ કર્યું?

By

Published : May 18, 2022, 6:51 PM IST

હૈદરાબાદ:ગુજરાતમાં વિધાનસભાની (Gujarat Assembly Election 2022) ચૂંટણી પહેલા મોટી રાજકીય ચહલપહલ જોવા મળી રહી છે. એવામાં તારીખ 18 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદેથી રાજીનામું (Hardik Patel Resignation) મૂકી દીધું હતું. તેમણે એક ટ્વિટ કરીને રજીનામાનો પત્ર પોસ્ટ કર્યો હતો. આમ તો કોંગ્રેસના નેતાએ આ નિર્ણય (Congress Leaders Reaction) રોષ વ્યક્ત કર્યો છે. પણ કોંગ્રેસના નેતા ડૉ. રાગીની નાયકે સણસણતો (Dr. Ragini Nayak Satire Tweet) કટાક્ષ કરીને હાર્દિક પટેલ નિશાન તાંક્યું છે. હાર્દિક પટેલના આ નિર્ણયથી ગુજરાતના રાજકારણમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો:કોંગ્રેસ અને હાર્દિક બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓનું પરિણામ : PAAS

ટન જેટલો વજન ધરાવતી ટ્વિટ: જ્યારે પણ કોઈ રાજનેતા ટ્વિટ કરે છે ત્યારે રાજકીય અસર જોવા મળે છે. જ્યારે હાર્દિકના નિર્ણયને લઈને કોંગ્રેસના મોટા કહેવાતા નેતાઓએ પોતાના વિચાર રજૂ કર્યા હતા. એવામાં ડૉ. રાગીનીએ પણ પીછેહટ કરી નથી. જોકે, એમની ટન જેટલું વજન ધરાવતી ટ્વિટની સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે. જેમાં જુદા જુદા યુઝર્સ એના પર પોતાની કોમેન્ટ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ ટ્વિટ પર 300થી વધારે રીટ્વિટ થઈ છે. જ્યારે 2000થી વધારે લાઈક્સ મળી છે. એક સમય એવો પણ હતો જ્યારે હાર્દિક પટેલ પક્ષ પલટો કરતા રાજનેતાઓ પર ટોણો મારવાનું ચૂકતા ન હતા. હવે પ્રશ્ન એ ચર્ચામાં છે કે, આ નિર્ણય બાદ એમનું વલણ કેવું રહેશે? ધ્યાન ખેંચે એવો મુદ્દો એ પણ છે કે, જ્યારે તેમણે પોતાના રાજીનામાના પત્રની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ત્યારે તે ચંદીગઢમાં હતા.

આ પણ વાંચો:હાર્દિક પટેલે પોતાની રાજકીય કારકિર્દીની બાળ મરણ કર્યું : રેશ્મા પટેલ

જાણો કોણ શું બોલ્યું:

બીજા પાટીદારો હોય, બીજા કરણીસેનાના રાજપૂતો સામેના કેસ થયા, કર્મચારી સામેના કેસ, ખેડૂતો સામેના કેસ હોય આ કેસ પાછા નહીં ખેંચવાના માત્ર હાર્દિકના કેસ પાછા ખેંચવાના. આ પરંપરાથી એક વાત સ્ષષ્ટ થતી હતી કે, કોઈ ડીલ ભાજપ સાથે થઈ ચૂકી છે. ભાજપ જે મોંધવારી, બેરજોગારી અને ગુજરાતીઓની આક્રોશથી ગભરાઈ ગઈ છે. આ ચૂંટણીમાં નહીં જીતાય તો શું કરવાનું? એટલે કોંગ્રેસના નેતાઓને તોડવાનું શરૂ કર્યું. કોંગ્રેસે જેને ખૂબી તક આપી એવા હાર્દિક પટેલને રાજીનામું આપવા માટે પ્રેરિત કર્યા છે.-શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ નેતા)

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આ મામલે હું એટલું જ કહેવા માગું છું કે હાર્દિક પટેલ અને કોંગ્રેસ પક્ષ બન્ને તરફથી સંવાદ અને સંકલનમાં ખામીઓ રહી છે. જેના કારણે આ પરિણામ સામે આવ્યું છે. હાર્દિક પટેલ જણાવી શકે છે કે તેઓ કયા પક્ષમાં જોડાશે. તેઓ રાજીનામું આપશે તે બાબતે કોઈ ચર્ચા થઈ નહોતી પક્ષ સાથે નારાજગી છે. -અલ્પેશ કથીરિયા (પાસ નેતા, સુરત)

હાર્દિક પટેલે કોંગ્રેસના દરેક પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. એ સાંભળતા આશ્ચર્ય નથી થતું પણ દુ:ખ થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ કોંગ્રેસના વિરોધમાં બોલી રહ્યા હતા. આવું પરિણામ આવશે એવી અમને આશંકા તો હતી જ. પણ દુ:ખ એ વાતનું છે કે, તે કાર્યકારી અધ્યક્ષ તરીકેનું પદ ધરાવતા હતા કોંગ્રેસમાં, માન સન્માન અને જવાબદારી આપી હતી. મને લાગે છે કે, એમનો નિર્ણય ઊતાવળીયો છે. એની રાજકીય કારર્કિદીનું બાળમરણ કર્યું હોય એવો નિર્ણય લીધો છે. એવું મને મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે. આશા રાખું કે, ભાજપના દરવાજા બંધ રાખીને બીજા યોગ્ય નિર્ણય લે. -રેશમા પટેલ. (એનસીપી નેતા)

ABOUT THE AUTHOR

...view details