ગુજરાત

gujarat

ETV Bharat / bharat

PM મોદીના ભાઈની વેપારીઓને અપીલ, ન આપો GST તો જ સાંભળવામાં આવશે સમસ્યાઓ - Prime Minister Narendra Modi

વડાપ્રધાન મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વેપારીઓના હકમાં કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલ્યો. તેમણે વેપારીઓને કહ્યું કે, માંગ માનવામાં ન આવે તો જીએસટી (GST) આપવાનું બંધ કરી દો.

PM મોદીના ભાઈની વેપારીઓને અપીલ
PM મોદીના ભાઈની વેપારીઓને અપીલ

By

Published : Jul 31, 2021, 6:58 PM IST

  • તમે ખુલ્લા બજાર મુજબ ચલાવવા માંગતા હો, તો તમારે ભોગવવું પડશે
  • માંગ માનવામાં ન આવે તો જીએસટી (GST) આપવાનું બંધ કરી દો
  • પ્રહલાદ મોદીએ વેપારીઓના હકમાં કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર સામે મોરચો ખોલ્યો

થાણે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)ના ભાઈ પ્રહલાદ મોદીએ વેપારીઓની તરફેણમાં મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે, વેપારીઓએ જ્યાં સુધી માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) ભરવાનું બંધ કરવું જોઈએ. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વેપારીઓએ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવેલો જીએસટી ચૂકવવો જોઈએ નહીં.

PM મોદીના ભાઈની વેપારીઓને અપીલ

આ પણ વાંચો- PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીની ગુજરાત સરકારને ચીમકી, ગુજરાત ફેર પ્રાઈસ શોપ્સ મામલે લડતની હાકલ

કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલો જીએસટી ચૂકવશો નહીં

પ્રહલાદ મોદી(Prahlad Modi) ઓલ ઈન્ડિયા ફેર પ્રાઈસ શોપ એસોસિએશન(All India Fair Price Shop Association) ના ઉપાધ્યક્ષ છે. ઉલ્હાસનગરમાં આયોજિત ટ્રેડર્સ ટ્રેડ એસોસિએશનના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લાદવામાં આવેલો જીએસટી ચૂકવશો નહીં. ત્યારે માત્ર મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે જ નહીં, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમારા ઘરના દરવાજે આવશે.

ઈંધણના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થાય છે: પ્રહલાદ મોદી

પ્રહલાદ મોદીએ કહ્યું કે, ઈંધણના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર દ્વારા નક્કી થાય છે. પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીના કાર્યકાળમાં આ બન્યું હતું. તેથી, જો તમે ખુલ્લા બજાર મુજબ ચલાવવા માંગતા હો, તો તમારે ભોગવવું પડશે.

આ પણ વાંચો- ગુજરાતના વ્યવસ્થાતંત્રમાં ખામી છે : વડાપ્રધાનના ભાઈ પ્રહલાદ મોદી

અન્ય રાજ્યોએ કેસ પાછા ખેંચી લીધા છે

વેપારીઓ સામેના કેસ પાછા ખેંચવાની માગણી કરતા વેપારી સંગઠને કહ્યું છે કે, તેણે પ્રહલાદ મોદીને કેન્દ્રને તેની માંગણીઓથી વાકેફ કરવા આમંત્રણ આપ્યું છે. ઉલ્હાસનગરના મોટાભાગના વેપારીઓ પર લોકડાઉન દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લાગ્યો છે. અન્ય રાજ્યોએ કેસ પાછા ખેંચી લીધા છે, મહારાષ્ટ્રને પણ પાછો ખેંચી લેવો જોઈએ.

ABOUT THE AUTHOR

...view details