ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેતાજીની તેરમીના નામે દાનની રસીદ થઈ વાઈરલ, કાર્યક્રમ રદ્દ - મુલાયમ સિંહ યાદવ

જૌનપુરમાં મુલાયમ સિંહ યાદવના તેરમાના નામે દાન એકત્ર કરવાનો મામલો સામે આવ્યો છે.(Jaunpur Mulayam Singh Yadav) પાલી ગામના રહેવાસી જગદીશ યાદવે સ્થાનિક લોકોની મદદથી 22 ઓક્ટોબરે નેતાજીના તેરમા અને બ્રહ્મભોજ ભંડારાનું આયોજન કર્યું હતું, જે રસીદ વાયરલ થયા બાદ રદ કરી દેવામાં આવ્યું છે.

નેતાજીની તેરમીના નામે દાન લેવામાં આવતું હતું, રસીદથી ખુલી પોલ, કાર્યક્રમ રદ્દ
નેતાજીની તેરમીના નામે દાન લેવામાં આવતું હતું, રસીદથી ખુલી પોલ, કાર્યક્રમ રદ્દ

By

Published : Oct 22, 2022, 8:56 AM IST

જૌનપુર(ઉત્તર પ્રદેશ): શહેરમાંમુલાયમ સિંહ યાદવના તેરમાના નામે દાન એકત્ર કરવાનો મામલો સામે આવ્યો છે.(Donations were taken in the name of Netaji termi) જિલ્લાના પાલી ગામના રહેવાસી જગદીશ યાદવે સ્થાનિક લોકોની મદદથી 22 ઓક્ટોબરના રોજ નેતાજીના તેરમા અને બ્રહ્મભોજ ભંડારાનું આયોજન કર્યું હતું, પરંતુ દાનની રસીદસોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પાર્ટીના દબાણને કારણે કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, આયોજકોએ આ માટે ઘણી જગ્યાએ પોસ્ટર-બેનરો પણ લગાવ્યા હતા, પરંતુ હવે તેને હટાવી દેવામાં આવ્યા છે.

કાર્યક્રમ રદ:મુલાયમ સિંહ યાદવની તેરમી માટે દાનની રસીદ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, જેના કારણે લખનૌથી જૌનપુર સુધીના એસપી કેમ્પમાં હલચલ મચી ગઈ છે. જ્યારે સત્તાના ગલિયારાઓમાં દાનની રસીદનો ફોટો વાયરલ થવા લાગ્યો ત્યારે, સમાજવાદી પાર્ટીના નેતાઓએ તેની નોંધ લેતા ઉતાવળમાં કાર્યક્રમ રદ કરાવ્યો હતો. કહેવાય છે કે, સપાના આશ્રયદાતા મુલાયમ સિંહ યાદવ દાન દ્વારા કાર્યક્રમની વિરુદ્ધ હતા. હાલ તમામ પ્રકારની ચર્ચા બાદ આયોજક જગદીશ યાદવે કાર્યક્રમ રદ કર્યો હતો.

રસીદ કપાતી હતી:આયોજક જગદીશ યાદવે જણાવ્યું હતું કે, "દર વર્ષે દેહ બાબાના મંદિરમાં ગ્રામજનોના સહયોગથી ભંડારાનું આયોજન કરવામાં આવતું હતું અને આ વર્ષે તમામ ગ્રામજનો નેતાજીની તેરમીએ આ કાર્યક્રમ કરવા માગે છે.દાનની રસીદમાં અમે આયોજક નથી, અમે બધા ગ્રામજનો છીએ. તમામ ગ્રામજનોના નામે દાનની રસીદ કપાતી હતી અને 5 હજારનું દાન કપાયું છે. જેની રસીદ વાયરલ થઈ રહી છે."હાલમાં જગદીશ યાદવે પોતે સ્વીકાર્યું હતું કે નેતાઓના દબાણ બાદ તેમણે તેરમીનો કાર્યક્રમ રદ કર્યો છે.

આ મામલો છે: 22 ઓક્ટોબરે મામદિયાહૂન તહસીલના પાલી ગ્રામ પંચાયતના બિજોરા ગામમાં ભંડારો રાખવામાં આવ્યો હતો. આયોજકો વતી, દેહ બાબા મંદિરમાં સૂચિત કાર્યક્રમ માટે દાનની રસીદ છાપવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક લોકો પાસેથી દાન પણ એકત્ર કરવામાં આવ્યું હતું. જમાલપુરના રહેવાસી શિક્ષક સુરેન્દ્ર યાદવના નામે કપાયેલી 5000 રૂપિયાની રસીદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. રસીદ પર આયોજક સભ્ય જગદીશ યાદવની સહી પણ હતી.

શું કહ્યું જગદીશયાદવે?:ઓર્ગેનાઈઝર જગદીશ યાદવે કેમેરા પર બોલવાની ના પાડી અને કહ્યું હતુ કે, "સપા નેતાઓને કેમેરા પર બોલવાની મનાઈ કરવામાં આવી છે. સાથે જ તેરમાનો કાર્યક્રમ પણ મોકૂફ રાખવામાં આવ્યો છે."

ABOUT THE AUTHOR

...view details