ગુજરાત

gujarat

ટ્રમ્પ અને અમિતાભને કરવો છે હિમાચલ પ્રદેશનો પ્રવાસ

By

Published : May 7, 2021, 4:55 PM IST

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હિમાચલ પ્રદેશના પ્રવાસે જવા ઇચ્છે છે. વાસ્તવિક રીતે કોઇ અજાણ્યા વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમિતાભ બચ્ચનના નામે હિમાચલ પ્રદેશ આવવાનું આવેદન આપ્યું છે, જો કે આ એક મજાક છે. આ ઘટનાથી ક્યાંકને ક્યાંક સમજી શકાય કે લોકો તંત્ર સાથે કેવો અભદ્ર મજાક કરવામાં પાછા નથી પડતાં

ટ્રમ્પ અને અમિતાભને કરવો છે હિમાચલ પ્રદેશનો પ્રવાસ
ટ્રમ્પ અને અમિતાભને કરવો છે હિમાચલ પ્રદેશનો પ્રવાસ

  • એક તરફ દેશ કોરોના સામે લડી રહ્યો છે
  • સરકારી સાઇટ પર ટિખળ ખોરે કરી મજાક
  • વ્યવસ્થા પર ઉઠી રહ્યાં છે સવાલ

શિમલા: સાંભળવામાં રસપ્રદ લાગશે પણ અમેરિકા પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હિમાચલ પ્રદેશનો પ્રવાસ કરવા માંગે છે. આ અંગે અમિતાભ બચ્ચેને અને ડોનાલ્ડ ટ્રમ્પે હિમાચલ પ્રદેશની ઑફિશિયલ સાઇટ પર આવેદન પણ આપ્યું છે. તમને સાંભળીને નવાઇ લાગશે પણ આ વાત સાચી છે.

અજાણ્યા વ્યક્તિએ તંત્ર સાથે કરી મજાક

હકીકતમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચન હિમાચલ પ્રદેશના પ્રવાસે જવા ઇચ્છે છે. વાસ્તવિક રીતે કોઇ અજાણ્યા વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પ અને અમિતાભ બચ્ચનના નામે હિમાચલ પ્રદેશ આવવાનું આવેદન આપ્યું છે, જો કે આ એક મજાક છે. આ ઘટનાથી ક્યાંકને ક્યાંક સમજી શકાય કે લોકો તંત્ર સાથે કેવો અભદ્ર મજાક કરવામાં પાછા નથી પડતાં એક તરફ તો કોરોનાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે ત્યારે કેટલાક લોકોને મજાક સુજી રહ્યો છે.

વધુ વાંચો:શિમલામાં પ્રવાસીઓના ચશ્મા લઈ જનારા કપિરાજને વન વિભાગે પકડી પાડ્યો

વ્યવસ્થા પર ઉઠ્યા સવાલ

આ સ્થિતિમાં વ્યવસ્થા પર સવાલ ઉભા થઇ રહ્યાં છે. સૌએ સમજવાની જરૂર છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક છે. તેવામાં સરકાર લોકોની મદદ કરવામાં લાગી છે ત્યારે લોકો જો સરકારને મદદ ન કરી શકે તો કશું જ નહીં પણ આ પ્રકારનો ખરાબ મજાક તો ન કરે.

વધુ વાંચો:હિમાચલ પ્રદેશ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સુરેશ કશ્યપની નિમણૂક

વિક્રમાદિત્ય સિંહે આપી પ્રતિક્રિયા

તો આ તરફ શિમલા ગ્રામિણ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી જણાવ્યું હતું કે," અમે હંમેશા સાચાને સાચું અને ખોટાને ખોટું કહેવાની હિંમત રાખીએ છીએ. સરકાર સારું કામ કરશે તો ચોક્કસથી અમે તેનું સમર્થન કરીશું."

ABOUT THE AUTHOR

...view details