ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Horoscope for the Day 25 september : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે આપનો દિવસ - मीन राशिफल

તમારો આખો દિવસ કેવો રહેશે? અભ્યાસ, પ્રેમ, લગ્ન, વ્યવસાય જેવા મોરચે ગ્રહોની સ્થિતિ કેવી રહેશે? દાંપત્ય જીવનમાં મુશ્કેલીથી રાહત મળશે? બાળકોને ભણવાનું મન થતું નથી, શું કરશો ઉપાય? શું આગામી સમયમાં વિદેશ પ્રવાસ કરવાની તક મળશે? તમારા જીવનસાથી સાથે સમય કેવી રીતે પસાર થશે? આવા બધા પ્રશ્નોના જવાબો જાણવા માટે, ઇટીવી ભારત પર વાંચો, આજનું રાશિફળ -

Horoscope Daily Prediction
Horoscope Daily Prediction

By

Published : Sep 25, 2021, 6:10 AM IST

  • મેષ (માર્ચ 21 - એપ્રિલ 20) ARIES :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી પ્રથમ ભાવમાં ચંદ્ર રહેશે. આપનો વર્તમાન દિવસ આનંદ ઉલ્‍લાસથી સભર રહેશે. શરીર અને મન બંનેથી આપ સ્‍વસ્‍થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. આજે આપને મોસાળપક્ષ તરફથી લાભ થાય અથવા તો સારા સમાચાર મળે. આજે આર્થિક લાભની શક્યતા નકારી શકાય નહીં. મિત્રો- સ્‍નેહીઓ સાથે આનંદદાયક પ્રવાસનો યોગ છે. તેમના તરફથી ભેટ –સોગાદ મળે જેનાથી આપ આનંદ અનુભવો.

  • વૃષભ (એપ્રિલ 21 - મે 21) TAURUS:

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી દ્વિતિય ભાવમાં ચંદ્ર રહેશે. આપના માટે આજનો દિવસ મધ્યમ ફળદાયક છે. આજે આપ કારણ વગર જાતજાતની ચિંતાઓથી પરેશાન રહો માટે બિનજરૂરી વિચારોને મનમાંથી કાઢવાની સલાહ છે. આજે શારીરિક સ્‍વાસ્‍થ્‍યમાં પણ થોડી સુસ્તિ વર્તાશે. ખાસ તો, આંખને લગતી બીમારી થાય. ઘરમાં પરિવારના સભ્‍યો અને સગાંસ્‍નેહીઓ સાથે ખટરાગ ટાળવો. આજે આપના કાર્યો પૂરા કરવા માટે મહેનત વધારવી પડશે. કોઇક કારણસર વધારે ખર્ચ પણ કરવો પડે. આપે કરેલા પરિશ્રમનું અપેક્ષા કરતા ઓછુ વળતર મળે તો પણ નિરાશ થયા વગર મહેનત ચાલુ રાખવી. કોઇ અવિચારી નિર્ણય કે પગલાથી ગેરસમજ ઉભી ન થાય તેનું ધ્યાન રાખવું.

  • મિથુન (મે 22 - જૂન 21) GEMINI:

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી તૃતીય ભાવમાં ચંદ્ર રહેશે. વ્‍યાપાર કરનારા લોકો માટે આજનો દિવસ લાભદાયી નીવડશે. તેમના વેપાર અને આવકમાં વૃદ્ધિ થાય. મિત્રો તરફથી લાભ થાય અને તેમની મુલાકાત આનંદદાયક હોય. પરિવારમાં પત્‍ની અને પુત્ર તરફથી સારા સમાચાર મળે. નોકરીમાં ઉપરી અધિકારીઓની કૃપાદૃષ્ટિથી આપને લાભ થાય. લગ્‍નોત્‍સુક પાત્રોને જીવનસાથી મળવાના યોગ છે. સ્‍ત્રીમિત્રો તરફથી ફાયદો થાય. આજે લગ્‍નસુખ સારું મળે.

  • કર્ક (જૂન 22 - જુલાઈ 22) CANCER :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી ચતુર્થ ભાવમાં ચંદ્ર રહેશે. નોકરી વ્‍યવસાયના ક્ષેત્રમાં ઉચ્‍ચ અધિકારીઓના પ્રોત્‍સાહનથી આપનો ઉત્‍સાહ બમણો હશે, પગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. માતા તેમજ પરિવારના અન્‍ય સભ્‍યો સાથે વધારે નિકટતા રહે. માન- પ્રતિષ્‍ઠામાં વધારો થવાથી ખુશ રહેશો. આરોગ્‍ય સારું રહેશે. સરકારી કાર્યોમાં સાનુકૂળતા સધાશે.

  • સિંહ (જુલાઈ 23 - ઑગસ્ટ 23) LEO :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી પંચમ ભાવમાં ચંદ્ર રહેશે. આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્‍વસ્‍થતાનો અનુભવ થઈ શકે છે. નોકરી વ્‍યવસાયમાં વિધ્‍નસંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને. ઉપરી અધિકારીઓથી આજે દૂર રહેવામાં જ ભલાઇ છે. ક્રોધને વશમાં રાખવામાં આપની ભલાઈ છે. ધાર્મિક કાર્યો કે યાત્રા પ્રવાસથી ભક્ત‍િભાવ પ્રગટશે અને મનની અશાંતિ દૂર કરશે.

  • કન્યા (ઑગસ્ટ 24 - સપ્ટેમ્બર 22) VIRGO :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી ષષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપને સલાહ છે કે વાણી પર અંકુશ અને સંયમ જેટલો વધારશો એટલા લોકો સાથે સંબંધોમાં વધુ નીકટતા માણી શકશો. ગુસ્સો કોઈપણ બાબતનો ઉકેલ નથી એ વાત ધ્યાનમાં રાખજો. આપના વિરોધીઓ આપના માટે તકલીફો ઉભી કરવા ઘણા ધમપછાડા કરશે તેથી આપે સાવચેત રહેવું પડશે. નવા કામનો પ્રારંભ કરવા માટે હાલનો સમય ટાળવાની સલાહ છે. પાણીથી દૂર રહેવું આપના માટે હિતાવહ છે. આપના ખર્ચમાં વધારો થઇ શકે. આપ ગૂઢ અને રહસ્યમય બાબતોમાં વધુ રસ કેળવશો.

  • તુલા (સપ્ટેમ્બર 23 - ઑક્ટેબર 23) LIBRA :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી સપ્તમ ભાવમાં ચંદ્ર રહેશે. મોજમજા અને મનોરંજન સાથે આપનો આજનો દિવસ પસાર થશે. વિજાતીય આકર્ષણ અનુભવશો અને તેમનો સાથ આપને આનંદ આપશે. પ્રવાસમાં મિત્રો અને પ્રિયપાત્રનો સાથ આપના આનંદને બમણો કરશે. નવા વસ્‍ત્રાભૂષણોની ખરીદી અથવા તે પહેરીને બહાર જવાના પ્રસંગ બને. શારીરિક અને માનસિક રીતે તાજગી અને સ્ફૂર્તિ અનુભવાય. જાહેર માન- પ્રતિષ્ઠામાં વધારો થાય. પ્રણય પ્રસંગની શક્યતાઓ રહે. ઉત્તમ ભોજન તથા દાંપત્‍યસુખની પ્રાપ્તિ થાય.

  • વૃશ્ચિક (ઑક્ટેબર 24 - નવેમ્બર 22) SCORPIO :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી અષ્ટમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપ નિશ્ચિંતતા અને સુખ શાંતિ સાથે ઘરમાં સમય પસાર કરશો. શરીર તથા મનની પ્રફુલ્લિતતા કામ કરવાનો ઉત્‍સાહ આપશે. ઓફિસમાં સ્‍ટાફની મદદ મેળવીને ઘણું કામ પાર પાડી શકો. અધૂરાં કામ પૂરા થઇ જશે. આપ માફકસરનો ખર્ચ કરશો જેથી નાણાંકીય બાબતે આપનું ટેન્‍શન નહીં વધે.

  • ધન (નવેમ્બર 23 - ડિસેમ્બર 21) SAGITTARIUS :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી નવમ ભાવમાં ચંદ્ર રહેશે. યાત્રા- પ્રવાસનું આયોજન મુલતવી રાખો તેવી સલાહ છે. કાર્યમાં સફળતા માટે વધુ મહેનત કરવી અન્યતા નિરાશા સાંપડી શકે છે. નજીવી બાબતોમાં વધુ પડતું ધ્યાન આપવાથી ગુસ્સો વધશે માટે તેનાથી દૂર રહેવું અન્યથા સંબંધોમાં તણાવ આવી શકે છે. પેટને લગતી બીમારીઓથી પરેશાની થાય. વાદવિવાદ કે ચર્ચામાં ના પડવાની સલાહ છે. સંતાનોની બાબતે થોડી ચિંતા રહે પરંતુ પ્રેમીઓને રોમાન્‍સ માટે અને ધન પ્રાપ્તિ માટે અનુકૂળ દિવસ છે.

  • મકર (ડિસેમ્બર 22 - જાન્યુઆરી 20) CAPRICORN :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી દશમ ભાવમાં ચંદ્ર રહેશે. આજે તમારે વિપરિત સંજોગોમાં પણ કેવી રીતે વિજયી થઈ શકાય તે શીખવાની અગાઉથી ટકોર કરવામાં આવે છે. કૌટુંબિક કલેશ ટાળવા માટે વર્તનમાં વિનમ્ર થવું. માતાના આરોગ્‍યની વધુ કાળજી લેવી. જાહેરજીવનમાં માન પ્રતિષ્‍ઠા કદાચ અપેક્ષા કરતા ઓછા પ્રમાણમાં મળે. પૂરતો આરામ અને ઊંઘ લેવાની ખાસ સલાહ છે. તાજગી તેમજ સ્‍ફૂર્તિનું પ્રમાણ દરરોજ કરતા ઓછુ રહે. સ્‍ત્રી વર્ગથી સાચવવાની સલાહ છે.

  • કુંભ (જાન્યુઆરી 21- ફેબ્રુઆરી 18) AQUARIUS :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી એકાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આજે આપનું મન ઘણી હળવાશ અનુભવશે. શરીરની સ્‍વસ્‍થતા આપના ઉત્‍સાહમાં વધારો કરશે. પાડોશીઓ અને ભાઇબહેનો સાથે વધારે સુમેળ રહેશે. ઘરમાં મિત્રો અને સ્‍નેહીઓનું આગમન આનંદદાયી બનશે. પ્રવાસ થવાની શક્યતા છે. પ્રિય પાત્રનો સંગાથ અને ભાગ્‍યવૃદ્ધિના યોગ છે.

  • મીન (ફેબ્રુઆરી 19 - માર્ચ 20) PISCES :

ચંદ્ર મેષ રાશિમાં છે. આપની રાશિથી દ્વાદશ ભાવમાં ચંદ્ર રહેશે. આપને ખર્ચ ઉપરાંત ક્રોધ અને જીભ પર સંયમ રાખવાની સલાહ છે. કોઇક સાથે તકરાર ટાળવા માટે ગુસ્સાને અંકુશમાં રાખવો. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી. પરિવારના સભ્‍યો સાથે ખટરાગ ના થાય તે જોવું. નકારાત્‍મક વિચારો મન પર છવાયેલા રહેતા હોય તો તેને દૂર કરવાનો પ્રયત્‍ન કરવો પડે. ખાવાપીવામાં બેદરકારી ના રાખવી અન્યથા આરોગ્‍ય બગાડી શકે છે.

ABOUT THE AUTHOR

...view details