ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dhanteras 2021: ધનતેરસના દિવસે કરો આ શુભ કાર્ય, મા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ - સાફસફાઈ માન્યતા

જો તમે ધનતેરસ (Dhanteras 2021) 2021ના દિવસે મા લક્ષ્મીની (Maa laxmi) કૃપા મેળવવા માગતા હોવ તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો.

Dhanteras 2021: ધનતેરસના દિવસે કરો આ શુભ કાર્ય, મા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ
Dhanteras 2021: ધનતેરસના દિવસે કરો આ શુભ કાર્ય, મા લક્ષ્મી વરસાવશે આશીર્વાદ

By

Published : Nov 2, 2021, 2:01 AM IST

  • ધનતેરસ સાથે જોડાયેલું મહત્ત્વ
  • આ દિવસે શું કરવું જોઇએ તે જાણો
  • ધન અને સમૃદ્ધિ સાથે છે આ દિવસનો ખાસ સંબંધ

રાયપુરઃ ધનતેરસને (Dhanteras) ધનત્રયોદશી (Dhantrayodashi) પણ કહેવામાં આવે છે. આ દિવસે શુભ કાર્યો કરવાથી ઘણો ફાયદો થાય છે. એવું કહેવાય છે કે આ દિવસે કરવામાં આવેલા દરેક કાર્ય શુભ અને અશુભ ફળ આપે છે. તેથી, આ દિવસોમાં સાફસફાઈની સાથે-સાથે ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે મા લક્ષ્મીની પૂજામાં કરવામાં આવેલા ઉપાયો ખૂબ જ ફળદાયી સાબિત થાય છે. આ દિવસે કરવામાં આવેલા શુભ કાર્યથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં ધનનું આગમન થાય છે.

ધનતેરસ પર વાસણો ખરીદવું શુભ છે

ધનતેરસના (Dhanteras) દિવસે ભગવાન ધન્વંતરિની (God Dhanwantari) પૂજાની માન્યતા છે. સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધનવંતરિ હાથમાં અમૃત ભરેલો કળશ લઈને પ્રગટ થયા હતાં. ત્યારબાદ ધનતેરસના દિવસે વાસણો ખરીદવાની પ્રથા પ્રચલિત થઈ ગઈ હતી. હિન્દુ માન્યતાઓમાં વાસણોને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે, તેથી દરેક વ્યક્તિ પોતાના ઘરમાં સંપત્તિ અને સમૃદ્ધિ લાવવા માટે વાસણો ખરીદે છે. આ દિવસે ચાંદી, તાંબુ, પિત્તળ અને કાંસાના વાસણો ખરીદવું શુભ માનવામાં આવે છે.

સાફસફાઈ વિશે માન્યતા

દેવી લક્ષ્મીનો વાસ માત્ર સ્વચ્છ અને સકારાત્મક વાતાવરણમાં હોય છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ દિવાળી પહેલા ઘરને સારી રીતે સાફ કરી લેવું જોઈએ. ધ્યાનમાં રાખો કે ઘરમાં કચરો અને ગંદકી ન રહે. દિવાળીનો તહેવાર ધનતેરસથી શરૂ થાય છે, તેથી આ સમય દરમિયાન ઘરની સફાઈ કરવી જરૂરી છે. ધનતેરસ પર સાવરણી અને સ્વચ્છતા સંબંધિત વસ્તુઓની ખાસ ખરીદી કરવામાં આવે છે.

અન્ય માન્યતાઓ

ધાર્મિક માન્યતાઓ અનુસાર વ્યક્તિએ દિવસ દરમિયાન સૂવું જોઈએ નહીં. દિવસ દરમિયાન સૂવાથી આળસ અને નકારાત્મકતા આવે છે. ધનતેરસ અને દિવાળી જેવા તહેવારોના દિવસોમાં વ્યક્તિએ બિલકુલ દિવસે ઊંઘવું જોઈએ નહીં. એવી માન્યતા છે કે દિવાળી અને ધનતેરસના દિવસે કોઈને પૈસા ઉધાર ન અપાય, પરંતુ દાન કરી શકાય છે.

આ પણ વાંચોઃ લક્ષ્મીજીનું પ્રિય કમળ ધનતેરસ આવતાં બન્યું મોંઘુ, ભાવમાં થયો વધારો

આ પણ વાંચોઃ માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનમાંથી ઉદભવ્યા હતા: ધનતેરસ પર કાંસાના વાસણો ખરીદવાનું પૌરાણિક કારણ

ABOUT THE AUTHOR

...view details