- ધનતેરસે લક્ષ્મીજી સહિત ધન્વંતરિના પૂજનનું વિધાન
- આ દિવસે આરોગ્યના દાતા ભગવાન ધન્વંતરિની કરાય છે વિશેષ પૂજા
- દેવતાઓના ચિકિત્સક ભગવાન ધન્વંતરિ વિશેના કથાનકો જાણો
રાયપુરઃ દીપાવલિના (Dipawali) બે દિવસ પહેલા ધનતેરસનો (Dhanteras) તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ધન્વંતરિની વિશેષ પૂજા કરવામાં આવે છે. ધન્વંતરિને આયુર્વેદના પ્રણેતા અને દેવતાઓના ચિકિત્સક માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર ભગવાન વિષ્ણુના 24 અવતારમાંથી 12મો અવતાર ભગવાન ધન્વંતરિનો હતો.
આવો આજે અમે તમને ભગવાન ધન્વંતરિની (God dhanwantari) ઉત્પત્તિ વિશે જણાવીએ છીએ. તેની સાથે અમે તમને જણાવીશું કે ધનતેરસના દિવસે ધન્વંતરિની પૂજા શા માટે કરવામાં આવે છે.
આ માટે ધનતેરસે થાય છે પીળી ધાતુની ખરીદી
એવું કહેવાય છે કે ધન્વંતરિનો (God dhanwantari) જન્મ ધનતેરસના દિવસે થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે ધન્વંતરિની ઉત્પત્તિ સમયે તેમનો જન્મ હાથમાં અમૃતથી ભરેલો કલશ લઈને થયો હતો. તેથી ધનતેરસના દિવસે પીળા પાત્ર કે પીળી ધાતુ ખરીદવાની પરંપરા છે.
ધન્વંતરિની ઉત્પત્તિ કેવી રીતે થઈ
શાસ્ત્રો અનુસાર ભગવાન ધનવંતરિની ઉત્પત્તિ સમુદ્ર મંથનથી થઈ હતી. તે અમૃતનો કલશ લઈને સમુદ્રમાંથી બહાર આવ્યાં હતાં, જેના માટે દેવો અને અસુરો વચ્ચે યુદ્ધ થયું હતું. જો કે, એક કહેવત એવી પણ છે કે કાશીના રાજવંશમાં ધન્વ નામના રાજાએ અજ્જદેવને તેમની પૂજા કરીને પ્રસન્ન કર્યા હતાં. તેમને વરદાન સ્વરૂપે ધન્વંતરિ નામનો પુત્ર મળ્યો. જેનો બ્રહ્મા પુરાણ અને વિષ્ણુ પુરાણમાં ઉલ્લેખ છે. ત્યાં એવું પણ માનવામાં આવે છે કે સમુદ્ર મંથનમાંથી જન્મેલા ધન્વંતરિનો બીજો જન્મ હતો.