ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Dhandhuka Murder Case: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતનું નિવેદન, તેણે કહ્યું કે...

ધંધુકામાં થયેલી હત્યા (Kishan Bharwad Murder Case) મામલે અભિનેત્રી કંગના રનૌતે પોતાના ફેસબુક અકાઉન્ટ પર એક પોસ્ટ કરી હતી. આ સાથે જ તેમણે સરકાર પાસેથી મૃતકને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.

Dhandhuka Murder Case: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ શેર કરી, જાણો તેને શું કહ્યું..
Dhandhuka Murder Case: કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ શેર કરી, જાણો તેને શું કહ્યું..

By

Published : Jan 30, 2022, 1:26 PM IST

Updated : Jan 30, 2022, 1:46 PM IST

ન્યૂઝ ડેસ્ક:અભિનેત્રી કંગના રનૌતે ધંધુકામાં (Dhandhuka Murder Case) થયેલી હત્યા મામલે (Kishan Bharwad Murder Case) ફેસબુક પોસ્ટ શેર કરી છે. જેમાં તેને સરકાર (Kangana Ranaut On Dhandhuka Murder Case) પાસે આવી હત્યાઓ સામે કડક પગલા લેવા અંગે અને મૃતક અને તેને પરિવારને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરી છે.

સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર : કંગના રનૌત

કિશન ભરવાડ હત્યા મામલે કંગના રનૌતે ફેસબુક પર પોસ્ટ શેર કરી, જાણો તેને શું કહ્યું..

કંગના રનૌતે જણાવ્યું હતું કે, એક FB પોસ્ટના કારણે કિશન ભરવાડની હત્યાની યોજના મસ્જિદ અને મૌલવી દ્વારા કરવામાં આવી હતી, કારણ કે તેમને લાગતું હતું કે, ભગવાનને તેની પોસ્ટ પસંદ નથી. ભગવાનના નામ પર થતી હત્યાઓ રોકવાની જરૂર છે, આપણે કોઈ મધ્યયુગમાં જીવી રહ્યા નથી અને સરકારે આવી હત્યાઓ સામે કડક પગલાં લેવાની જરૂર છે. કિશન ભાગ્યે જ 27 વર્ષનો હતો અને તેની 2 મહિનાની પુત્રી છે, તેને તેની પોસ્ટ ડિલીટ કરવા અને માફી માંગવા માટે કહેવામાં આવ્યું હતું, તેણે તે જ કર્યું છતાં તેને 4 માણસોએ નિર્દયતાથી હત્યા કરી નાખી, તે શહીદથી ઓછો નથી. તે દરેકની આઝાદી માટે મૃત્યુ પામ્યો છે, આવા લોકો જ આ દેશને અફઘાનિસ્તાન બનતા રોકી રહ્યા છે, તેની વિધવા પત્નીને પેન્શન મળવું જોઈએ,ઓમ શાંતિ

અન્ય 4 મૌલવીની સંડોવણી પણ સામે આવી

કિશન ભરવાડ હત્યા કેસમાં ચોરાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે ત્યારે, 4 લોકોની ધરપકડ બાદ અન્ય 4 મૌલવીની સંડોવણી પણ સામે આવી છે, જેમાં ઉત્તરપ્રદેશના એક મૌલવીનુ નામ પણ સામે આવ્યું છે, ગુજરાત ATSની ટીમે મૌલાના કમર ગની ઉષ્માનીને દિલ્લીથી જડપી પાડ્યો છે. કિશનનો હત્યારો શબ્બીર મૌલાના ગનીને મુંબઈમાં મળ્યો હતો.

આ પણ વાંચો:Dhandhuka murder case: કેસની સંપૂર્ણ તપાસ ATSને સોંપાઈ, મૌલવી મહંમદ ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર

ગૃહપ્રધાનના આદેશ બાદ તપાસ ATSને સોંપાઈ હતી

ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં ધાર્મિક ટિપ્પણી પર ફાયરિંગ કરી થયેલી કિશન ભરવાડની હત્યાનો મામલે ગૃહપ્રધાનના આદેશ બાદ સંપૂર્ણ તપાસ ATSને (Anti Terrorism Squad ) સોંપવામાં આવી હતી, એવામાં ATS હવે સોશિયલ મીડિયાથી લઈને આરોપીઓના કોની કોની સાથે સંપર્ક હતા તે અંગે તપાસ હાથ ધરી છે. હાલ સુધીમાં તપાસમાં મૌલવી સહિત 3 લોકો પકડાયા છે, આ અંગે ATSના DYSP બી.એચ ચાવડાએ જણાવ્યું હતું કે, આરોપીઓના રિમાન્ડના (Remand of accused) આધારે પાકિસ્તાન કનેક્શન છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે, ઉપરાંત સોશિયલ મીડિયા, મોબાઈલ ડેટા સહિતની પણ તપાસ થશે.

પાકિસ્તાન કનેક્શન શોધવા 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી

જેહાદી ષડયંત્રની શંકાના આધારે સમગ્ર તપાસ ATS દ્વારા કરવામાં આવશે અને આરોપીઓ સાથે જોડાયેલી કડીઓ તેમજ પાકિસ્તાન કનેક્શન શોધવા માટે કુલ 7 ટીમ ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવી છે. પાકિસ્તાની કટ્ટરપંથી મૌલાના ખાલિદ હુસૈન રિઝવીનાં ભાષણો સંભળાવવામાં આવ્યાં હતાં, તેના ભાષણથી શબ્બીર કટ્ટરવાદી બન્યો હતો. આરોપી શબ્બીરની મૌલાના કમરે જ ઐયુબ સાથે મુલાકાત કરાવી હતી. ઐયુબે હત્યાના પ્લાનિંગ માટે શબ્બીરને તૈયાર રહેવા કહ્યું હતું, તેને રાજકોટના થોરડામાં રહેતી એક વ્યક્તિએ હથિયાર પહોંચાડ્યાં હતાં, આ જ હથિયારથી આરોપી શબ્બીરે કિશનની હત્યા કરી હતી.

આ પણ વાંચો:Dhandhuka Murder Case: કિશન ભરવાડની હત્યા કેસમાં થયો ચોકાવનારો ખુલાસો, પાકિસ્તાની કનેક્શન હોવાનું આવ્યું સામે

કિશને ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી

આ ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી તો સામે આવ્યું કે, થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી. જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે, કારણ કે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.

Last Updated : Jan 30, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details