ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આ તે કેવુ! અંધશ્રધ્ધાએ વ્યક્તિને પોતાની જીભ કાપવા કર્યો મજબૂર - શીતળા માતાના મંદિર

કડાધામના શીતળા માતાના મંદિરે દર્શન કરવા આવેલા ભક્તે જીભ (devotee cut his tongue) કાપી નાખી.હાજર લોકોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. હાલ તેની હાલત ઠીક છે, સારવાર ચાલી રહી છે. આ પ્રકારની કટ્ટરતા (sheetla mata temple in kaushambi) ક્યારેક શ્રદ્ધા સામે હચમચાવી દે છે. આ ઘટનામાં યુવાનને ભારે પીડા થઈ હતી.

આ તે કેવુ! અંધશ્રધ્ધાએ વ્યક્તિને પોતાની જીભ કાપવા કર્યો મજબૂર
આ તે કેવુ! અંધશ્રધ્ધાએ વ્યક્તિને પોતાની જીભ કાપવા કર્યો મજબૂર

By

Published : Sep 10, 2022, 8:13 PM IST

Updated : Sep 10, 2022, 8:28 PM IST

કૌશામ્બી: કોતવાલી વિસ્તારના કડાધામમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પૂરબ શરીરા ગામના રહેવાસી ભક્ત, જે અહીં શીતળા માતાના મંદિરે (sheetla mata temple in kaushambi) દર્શન કરવા આવ્યા હતા. તેમણે પોતાની જીભ કાપીને માતાને અર્પણ(devotee cut his tongue) કરી હતી. તેના મોઢામાંથી લોહી નીકળતું જોઈને, ત્યાં હાજર લોકોએ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો. આ પછી, પ્રાથમિક સારવાર કર્યા પછી, ડૉક્ટરોએ તેને જિલ્લા હોસ્પિટલમાં રીફર કરી દીધો. હાલ ડોક્ટરોનું કહેવું છે કે, તેની જીભ સંપૂર્ણપણે અલગ થઈ નથી. આ કારણે તેની હાલત ઠીક છે, સારવાર ચાલી રહી છે.

મંદિરમાં કાપી જીભઃ આ ઘટના શનિવારે પશ્ચિમ શિરા પોલીસ સ્ટેશન વિસ્તારના, પૂરબ શારીરા ગામના રહેવાસી 40 વર્ષીય સંપત તેની પત્ની ભાનમતી સાથે, ગંગામાં સ્નાન કરવા અને શીતલા માતાના દર્શન કરવા કદધામ પહોંચ્યા હતા. ગંગામાં સ્નાન કર્યા બાદ સંપત તેની પત્ની સાથે કડાધામમાં માતા શીતળાના મંદિરે દર્શન અને પૂજા કરવા ગયા હતા. આ પછી, મંદિરના પગથિયાં પર જઈને તેણે પોતાની જીભ કાપીને મંદિરમાં અર્પણ કરી. પતિના મોઢામાંથી લોહી નીકળતું જોઈ સંપતની પત્ની રડવા લાગી. આ દરમિયાન, સ્થળ પર હાજર લોકોએ એમ્બ્યુલન્સબોલાવી અને સંપતને સ્થાનિક હોસ્પિટલમાં મોકલ્યો હતો.

અંધ વિશ્વાસમાં કર્યુ કામઃ ભાનમતીના જણાવ્યા અનુંસાર,ગંગામાં સ્નાન કર્યા બાદ પતિ-પત્ની માતા શીતલા મંદિરમાં પૂજા કરવા આવી રહ્યા હતા. આ દરમિયાન, પતિએ તેને મંદિરના પગથિયા સ્પર્શ કરવા કહ્યું. તેણીના પગથિયાને સ્પર્શ કરવા લાગ્યા કે, તરત જ પતિએ બ્લેડ વડે તેની જીભ કાપી નાખી. પત્નીએ જણાવ્યું કે, તે પતિ સંપતની કોઈ ઈચ્છા કે બાધા વિશે કોઈ માહિતી નથી.

Last Updated : Sep 10, 2022, 8:28 PM IST

ABOUT THE AUTHOR

...view details