ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કર્ણાટકમાં કાવેરી નદીમાં BMW કાર ડુબી, પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત આવી સામે - સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી

શ્રીરંગપટના જિલ્લાના નજીક મિનિમિનાભા મંદિર પાસે કાવેરી નદી પર એક લક્ઝરી કાર (BMW Car Sinks In River In Karnataka) મળી આવી હતી. જ્યારે પોલીસે કારની તપાસ કરી તો કારની ચોંકાવનારી વાત સામે આવી. નદીમાં કાર મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.

કર્ણાટકમાં કાવેરી નદીમાં BMW કાર ડુબી, પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત આવી સામે
કર્ણાટકમાં કાવેરી નદીમાં BMW કાર ડુબી, પોલીસે તપાસ કરી તો ચોંકાવનારી વાત આવી સામે

By

Published : May 27, 2022, 6:38 PM IST

શ્રીરંગપટના (મંડ્યા): શ્રીરંગપટના જિલ્લાના નજીક મિનિમિનાભા મંદિર પાસે કાવેરી નદી પર એક લક્ઝરી કાર (BMW Car Sinks In River In Karnataka) મળી આવી હતી. જ્યારે પોલીસે કારની તપાસ કરી તો કારની ચોંકાવનારી વાત સામે આવી. નદીમાં કાર મળી આવતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. આ ઘટના ગુરુવારે પ્રકાશમાં આવી હતી.

આ પણ વાંચો:લદ્દાખમાં આર્મીના વાહનને નડ્યો અકસ્માત: સેનાના 7 જવાનો થયા શહિદ

BMW કાર નદીમાંડૂબી :આ પછી પોલીસે મામલાની તપાસ કરી અને કારને નદીમાંથી બહાર કાઢી હતી. એવું જાણવા મળ્યું હતું કે, માનસિક હતાશાથી પીડિત બેંગ્લોરનો એક વ્યક્તિ કાવેરી નદીમાં કારમાં ડૂબી ગયો હતો. બેંગ્લોરના મહાલક્ષ્મી લેઆઉટમાં રહેતો રૂપેશ માનસિક હતાશા સામે ઝઝૂમી રહ્યો હતો. માતાના મૃત્યુ બાદ તે શ્રીરંગપટના પરત ફર્યો હતો અને તેની BMW કાર નદીમાં ધકેલી દીધી હતી.

આ પણ વાંચો:અરે બાપરે...છત્તીસગઢથી અનાજ લઈને ગિરિડીહ પહોંચવામાં ટ્રેનને લાગ્યો હતો એક વર્ષનો સમય

સ્થાનિક લોકોએ પોલીસને કરી હતી જાણ : પોલીસે કારની તપાસ કરી અને માલિકને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લાવી ત્યારે તેની ઉદાસીનતા પ્રકાશમાં આવી હતી. બાદમાં પરિવારજનોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનના આધારે મામલો થાળે પાડ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details