દેવઘર,ઝારખંડ :ત્રિકુટ રોપવે અકસ્માત (TRIKOOT ROPEWAY ACCIDENT) બાદ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ફસાયેલા 48 પ્રવાસીઓને બચાવવા રેસ્ક્યૂ કરી હેલિકોપ્ટર (rescue operation by helicopter) દ્વારા નીચે લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેમાંથી 22ને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યા છે. બાકીના લોકોને પણ નીચે લાવવાના પ્રયાસો ચાલુ છે. આસપાસના ગ્રામજનો પણ બચાવ કાર્યમાં લાગેલા છે. તેઓને ફસાયાને લગભગ 18 કલાક થઈ ગયા છે. આ ઉપરાંત, જિલ્લા પ્રશાસને એક મહિલાના મૃત્યુની પુષ્ટિ કરી છે.
Trikut Ropeway Accident Updates બચાવ દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત : ત્રિકૂટ રોપવે અકસ્માતમાં બચાવ દરમિયાન વધુ એક વ્યક્તિનું મોત થયું હતું. બચાવ દરમિયાન તેમને રોપ-વે પરથી હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યા હતા. પરંતુ હેલિકોપ્ટરમાં ચડતી વખતે તેનો હાથ છૂટી જતા તે નીચે પડી ગયો હતો. આથી, તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચો :દહેજની ઓમ ઓર્ગેનિક્સ કંપનીના પ્લાન્ટમાં અડધી રાત્રે થયો બ્લાસ્ટ, 5 કામદારોના મોત
પ્રવાસીઓને નીચે લાવવા પ્રયાસ : ઉલ્લેખનીય છે કે, ત્રિકુટ પર્વતના રોપ-વેમાં ફસાયેલા પ્રવાસીઓને નીચે લાવવા માટે વાયુસેનાનું હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, હવામાં લટકતી 12 ટ્રોલીમાંથી લોકોને બહાર કાઢવાનો કોઈ રસ્તો (People trapped in ropeway) મળ્યો નથી. આ સાથે જ ટ્રોલીની ખૂબ નજીક મોટા મોટા પથ્થરો છે, જેના કારણે હેલિકોપ્ટર પણ તેમની સાથે અથડાવાનો ભય છે. સૌથી મોટી સમસ્યા ટ્રોલીમાં ફસાયેલા લોકોની છે.
2500 ફૂટથી વધુ ઉંચાઈએ લોકો ફસાણા : અકસ્માતને લગભગ 18 કલાક વીતી ગયા છે અને તમામ 48 લોકો હવામાં ખોરાક અને પાણી વગર લટકી રહ્યા છે. આવી સ્થિતિમાં, શક્ય તેટલી વહેલી તકે તેમને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. 2500 ફૂટથી વધુ ઉંચાઈને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે. એનડીઆરએફની ટીમ સાથે સેનાના જવાનો અને સ્થાનિક પોલીસ દળ ઘટનાસ્થળે પહોંચ્યા છે.
18 કલાકથી હવામાં લટકી રહ્યા છે 48 લોકો, આ રીતે બની ઘટના આ પણ વાંચો :બીલીમોરામાં ફૂલોની દુકાનમાં લાગી આગ, ગેસનો બાટલો ફૂટતા એકનું મોત ને એક ઘાયલ
શું છે આખો મામલોઃરવિવારે સાંજે દેવઘર જિલ્લાના મોહનપુર બ્લોક હેઠળ ત્રિકુટ પર્વત પર સ્થિત રોપ-વેની ટ્રોલીમાં ટેકનિકલ ખામીના કારણે આ દુર્ઘટના બની હતી. આ અકસ્માતમાં, 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં જિલ્લા પ્રશાસને એકના મોતની પુષ્ટિ કરી છે. ટ્રોલીનું દોરડું ફસાઈ જવાથી ઘણા પ્રવાસીઓ ટ્રોલીમાં ફસાઈ ગયા હતા.