ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા, બેઠકમાં 8 દેશો લીધો ભાગ - Security Advisor Ajit Doval

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (National Security Adviser) અજિત ડોભાલ (Ajit Doval) બુધવારે અહીં અફઘાનિસ્તાન પર ક્ષેત્રીય સુરક્ષા વાર્તાની (regional security dialogue) અધ્યક્ષતા કરી રહ્યા છે. આમાં રશિયા અને ઈરાનની સાથે 5 મધ્ય એશિયાઈ દેશોના તેમના સમકક્ષ પણ સામેલ થયા છે.

સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા
સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં અફઘાન સંકટ પર ચર્ચા

By

Published : Nov 10, 2021, 9:45 AM IST

Updated : Nov 10, 2021, 12:23 PM IST

  • ભારત આજે અફઘાનિસ્તાન પર સુરક્ષા વાતચીત કરી રહ્યું છે
  • સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક
  • સુરક્ષા વાતચીત અંગેની બેઠકમાં 8 દેશોએ લીધો ભાગ

નવી દિલ્હીઃરાષ્ટ્રીય સુરક્ષાસલાહકાર (National Security Adviser) અજિત ડોભાલ (Ajit Doval) બુધવારે અહીં અફઘાનિસ્તાન પર ક્ષેત્રીય સુરક્ષા વાર્તાની (regional security dialogue) અધ્યક્ષતા કરી રહ્યા છે. આમાં રશિયા અને ઈરાનની સાથે 5 મધ્ય એશિયાઈ દેશોના તેમના સમકક્ષ પણ સામેલ થયા છે. અફઘાનિસ્તાન પર ક્ષેત્રીય સુરક્ષા વાર્તામાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિઝ ગણરાજ્ય, રશિયા, તઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝ્બેકિસ્તાનની વિસ્તૃત ભાગીદારી છે.

સુરક્ષા સલાહકાર અજિત ડોભાલની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

અમે બધા અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએઃ NSA

વિદેશ મંત્રાલયના (Ministry of External Affairs-MEA) મતે, બેઠક દરમિયાન આ તમામ દેશ અફઘાનિસ્તાનમાં અત્યારની સ્થિતિથી ઉત્પન્ન ક્ષેત્રમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે. NSA અજિત ડોભાલે કહ્યું હતું કે, અમે બધા અફઘાનિસ્તાનની સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અફઘાનિસ્તાન પર 8 દેશોની દિલ્હી ક્ષેત્રીય સુરક્ષા વાર્તામાં આગળ તેમણે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં સર્જાયેલી સ્થિતિ ફક્ત તે દેશના લોકો માટે જ નહીં, પરંતુ તેમના પાડોશી અને ક્ષેત્ર માટે પણ નોંધપાત્ર અસર છે.

અમારી વચ્ચેનો વિચાર-વિમર્શ અફઘાનના લોકોની મદદ કરવામાં યોગદાન આપશે

અફઘાનિસ્તાન પર વાર્તામાં NSA ડોભાલે વધુમાં ઉમેર્યું હતું કે, મને વિશ્વાસ છે કે, અમારી વચ્ચે વિચાર-વિમર્શ અફઘાનના લોકોની મદદ કરવા અને અમારી સામૂહિક સુરક્ષાને વધારવામાં યોગદાન આપશે.

અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ચીનને 'અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદ' માટે આમંત્રિત કરવામાં આવ્યું હતું, પરંતુ તેણે ભારતને પહેલેથી જ જાણ કરી દીધી હતી કે, તે કાર્યક્રમના સમય સંબંધિત કેટલાક મુદ્દાઓને કારણે બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. પાકિસ્તાને પણ આ બેઠકમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (NSA Ajit Doval) ની અધ્યક્ષતામાં યોજાયેલા આ સંવાદમાં કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના ટોચના સુરક્ષા અધિકારીઓ પણ જોડાયા છે.

અફઘાનિસ્તાનથી લોકોની સરહદ પારની હિલચાલ

સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠકમાં ભાગ લેનારા 8 દેશો અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદની સુરક્ષા જટિલતાઓ પર ચર્ચા કરશે અને વાટાઘાટો મુખ્યત્વે પડકારોનો સામનો કરવા વ્યવહારિક બાબતો પર સહકાર આપવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનથી લોકોની સરહદ પારની હિલચાલ, તેમ જ ત્યાં યુએસ દળો દ્વારા છોડવામાં આવેલા સૈન્ય સાધનો અને શસ્ત્રોથી ઉભા થયેલા જોખમની પણ સુરક્ષા અધિકારીઓ દ્વારા ચર્ચા થવાની અપેક્ષા છે.

અન્ય દેશોના સુરક્ષા પરિષદના સચિવો રહેશે હાજર

વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું કે, વાતચીતમાં ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, રશિયા, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનની વિસ્તૃત ભાગીદારી જોવા મળશે અને દેશોનું પ્રતિનિધિત્વ તેમના સંબંધિત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અથવા સુરક્ષા પરિષદના સચિવો કરશે. "અફઘાનિસ્તાનમાં આ ક્ષેત્રમાં તાજેતરના વિકાસને કારણે ઉભી થયેલી સુરક્ષાની સ્થિતિની ઉચ્ચસ્તરીય વાટાઘાટોમાં સમીક્ષા કરવામાં આવશે." તે સંબંધિત સુરક્ષા પડકારોનો સામનો કરવા અને અફઘાનિસ્તાનના લોકોને શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટેના પગલાં પર વિચાર કરશે.

આ પણ વાંચો:

Last Updated : Nov 10, 2021, 12:23 PM IST

ABOUT THE AUTHOR

...view details