ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં રેકોર્ડ તોડ વરસાદ, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી - વરસાદએ 121 વર્ષનો રેકોર્ડ તોડ્યો

દિલ્હીમાં ફરી રેકોર્ડ બ્રેક વરસાદ : છેલ્લા 2 દિવસથી રાજધાનીમાં અવિરત વરસાદ પડી રહ્યો છે જેના કારણે એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાઈ ગયા છે. રાજધાનીમાં હવામાન વિભાગ તરથી ઓરેન્જ એલર્ડ જાહેર કરવામાં આવ્યુ છે.

varsad
દિલ્હીમાં 121 વર્ષ પછી રેકોર્ડ તોડ વરસાદ

By

Published : Sep 12, 2021, 7:46 AM IST

Updated : Sep 12, 2021, 8:08 AM IST

  • દેશની રાજધાની પાણી પાણી
  • દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જારી
  • કેટલાય વિસ્તારોમાં ભરાયા પાણી

દિલ્હી: રાજધાનીમાં આ વર્ષે ભલે ચોમાસાએ મોડા દેખા દીધું હોય , પરંતુ એણે 18 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. રાજધાની દિલ્હીમાં ચોમાસાની સીઝનનો અત્યાર સુધીમાં 1005.3 મિમી વરસાદ નોંધાયો છે. આ 2010 બાદ આ પ્રથમ વખત છે , જ્યારે દિલ્હીમાં વરસાદે ચોમાસામાં 1000 મિમીનો આંકડો પાર કર્યો છે . આ પહેલાં 1 સપ્ટેમ્બરે દિલ્હીમાં 19 વર્ષ બાદ એક દિવસનો સૌથી વધુ વરસાદનો રકોર્ડ નોંધાયો છે . રાજધાનીમાં મશીનોથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે. દિલ્હીમાં એટલો બધો વરસાદ પડી રહ્યો છે કે ત્યાંના ઈંદિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ રૂમાં પાણી ભરાઈ ગયું છે.અહીં પાર્ક કરેલાં વાહનો પણ પાણીમાં ડૂબી ગયાં છે . એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે એક આંતરરાષ્ટ્રીય અને ચાર ડોમેસ્ટિક ફ્લાઇટ્સને જયપુર અને અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવી છે.

એરપોર્ટ પર ભરાયા પાણી

દિલ્હી જાહેર બાંધકામ વિભાગ ( PWD ) ના અધિકારીઓનું કહેવું છે કે, જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે ૃ, ત્યાં મશીનો દ્વારા પાણી કાઢવામાં આવી રહ્યું છે . એરપોર્ટના ગેટની સામે પાણી ભરાયા પછી આવી રીતે પત્થર રાખીને વ્યવસ્થા કરવી પડી હતી . હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , દિલ્હી - એનસીઆરમાં શનિવારે પણ હળવાથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે . વિભાગ અનુસાર , દિલ્હી , એનસીઆર , હરિયાણા અને યુપીના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે . આ સીઝનમાં સરેરાશ વરસાદ બમણો પડ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર , 1 જૂનથી દિલ્હીમાં ચોમાસું શરૂ થાય છે . સમગ્ર વરસાદની ઋતુમાં સરેરાશ 649.8 મિમી વરસાદ પડે છે.

આ પણ વાંચો : ગુજરાત માટે મહત્વનો દિવસ, નવા મુખ્યપ્રધાનના નામની થઇ શકે છે જાહેરાત

રાજધાનીમાં મોડું પહોચ્યું ચોમાસુ

જો આપણે 1 જૂનથી 10 સપ્ટેમ્બર સુધીની વાત કરીએ તો સરેરાશ 586.4 મિમી વરસાદ થાય છે . આ વખતે 10 સપ્ટેમ્બરના રોજ આ આંકડો 1005.3 પર પહોંચી ગયો . અગાઉ 2003 માં અહીં 1005 મિમી વરસાદ નોંધાયો હતો . દિલ્હીમાં 13 જુલાઇએ ચોમાસાની એન્ટ્રી થઈ હતી , જે 19 વર્ષમાં સૌથી મોડું પહોંચ્યું હતું . એમ છતાં અહીં 16 દિવસ વરસાદ પડ્યો , જે ચાર વર્ષમાં સૌથી વધુ છે . ઓગસ્ટમાં માત્ર 10 દિવસ વરસાદ પડ્યો હતો , જે સાત વર્ષમાં સૌથી ઓછો છે . જ્યારે સપ્ટેમ્બરમાં અત્યારસુધીમાં 248.9 મિમી વરસાદ નોંધાયો છે , જ્યારે દિલ્હીમાં સામાન્ય રીતે સપ્ટેમ્બરમાં 129.8 મિમી વરસાદ પડે છે . દિલ્હી- NCR ના વિસ્તારમાં રેડ અલર્ટ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસવાના પગલે રેડ અલર્ટ જાહેર કરાયું છે.

આ પણ વાંચો : બે અલગ-અલગ રિમોર્ટ કંટ્રોલથી ગુજરાત સરકાર ચાલે છે, ભાજપ સરકારને બરખાસ્ત કરવી જોઈએ: કોંગ્રેસ

ક્યા વિસ્તારમાં ભરાયા પાણી

જેમાં દિલ્હી NCR ના બહાદુરગઢ , ગુરુગ્રામ , લોની દેહાત , હિંડન એરફોર્સ સ્ટેશન , ગાઝિયાબાદ , ઇંદિરાપુરમ , છપરૌલા , ચરખી દાદરી , મટ્ટનહેલ , સોનીપત , રોહતક , મોદિનગર , હાપુર , બાગપત વિસ્તારનો સમાવેશ કરાયો છે . આ વિસ્તારમાં પાણી ભરાયા મધુ વિહાર , હરિ નગર , રોહતક રોડ , બદરપુર , સોમ વિહાર , IP સ્ટેશન રિંગ રોડ પાસે , વિકાસ માર્ગ , સંગમ વિહાર , મેહરોલી - મદરપુર રોડ , પુલ પ્રહલાદપુર અંડરપાસ , મુનારિકા , રાજપુર ખુર્દ , નંગોલી અને કિરારી વિસ્તારોમાં પાણી ભરાયા છે. જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે સ્કાઈમેટ વેધરના વાઇસ - પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે," જળવાયુ પરિવર્તનને કારણે ચોમાસાની પેટર્ન બદલાઈ રહી છે . હવે માત્ર 24 કલાકમાં 100 મિમી સુધી વરસાદ પડી રહ્યો છે , પહેલાં આટલો જ વરસાદ 10 થી 15 દિવસમાં પડતો હતો . આવા વરસાદથી ભૂગર્ભજળ રિચાર્જ થતું નથી અને નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે" .

Last Updated : Sep 12, 2021, 8:08 AM IST

ABOUT THE AUTHOR

...view details