- દિલ્હી પોલીસ કર્મચારીઓ માટે ખુશખબર
- જન્મ દિવસ અને વર્ષગાંઠના દિવસે રજા મળી શકશે
- કમિશનર રાકેશ અસ્થાનાએ લીધો નિર્ણય
નવી દિલ્હીઃ દિલ્હી પોલીસમાં લાંબી ફરજ બજાવતા પોલીસકર્મીઓ મોટાભાગના તહેવારો તેમના પરિવાર સાથે ઉજવી શકતાં નથી. આ દિવસે તેઓ ફરજ પર હોય છે અને પરિવારથી દૂર હોય છે. આ સ્થિતિમાં હવે તેમના માટે ખુશીભર્યો બદલાવ આવશે. દિલ્હી પોલીસના જવાનોને પરિવારમાં જન્મદિવસ અને વર્ષગાંઠ ઉજવવા માટે રજા આપવામાં આવશે. રેલવે ડીસીપી દ્વારા કરવામાં આવી રહેલા આ કામની પ્રશંસા કરતા પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ દિલ્હી પોલીસના અન્ય એકમોમાં પણ તેનો અમલ કરવા જણાવ્યું છે.
પ્રયાસ છે કે આ દિવસે પોલીસકર્મીઓ પરિવાર સાથે હોવા જોઈએ
માહિતી અનુસાર પોલીસ કમિશનર રાકેશ અસ્થાના વિવિધ એકમો દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની માહિતી લઈ રહ્યાં છે. આ દરમિયાન તેમને રેલવે ડીસીપી હરેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ રેલવે પોલીસમાં તહેનાત પોલીસકર્મીઓના જન્મદિવસ અને વર્ષગાંઠપર અભિનંદન સાથે રજા આપે છે. તેમનો પ્રયાસ છે કે આ દિવસે પોલીસકર્મીઓ પરિવાર સાથે હોવા જોઈએ કારણ કે મોટાભાગના તહેવારોમાં પોલીસકર્મીઓ પરિવારથી દૂર રહે છે. તેમણે પોલીસ કમિશનરને કહ્યું કે તેઓ પોતે જ આવા પોલીસકર્મીઓને ફોન કરીને અભિનંદન આપે છે, જેનાથી તેમને સારું લાગે છે. પોલીસ કમિશનર દ્વારા તેમના કામની પ્રશંસા કરવામાં આવી છે.
રજા આપવાનો નિર્ણય દિલ્હી પોલીસના અન્ય એકમોમાં પણ લાગુ કરવા જણાવાયું આ પ્રયાસ પોલીસકર્મીઓ માટે ખૂબ જ રાહત આપનારો
રેલવે ડીસીપી હરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવી રહેલા આ કામ અંગે પોલીસ કમિશનરે તેમની પ્રશંસા કરતા પત્ર પણ લખ્યો છે. જેમાં લખ્યું છે કે ડીસીપીનો આ પ્રયાસ પોલીસકર્મીઓ માટે ખૂબ જ રાહત આપનારો છે. કમિશનરનું પદ સંભાળ્યા બાદથી તેઓ પોલીસકર્મીઓની મુશ્કેલીઓ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યાં છે જેથી તેઓ વધુ સારું કામ કરી શકે. ડીસીપી હરેન્દ્રસિંહ દ્વારા કરાયેલો નિર્ણય ખૂબ જ પ્રશંસનીય છે. જ્યારે પોલીસકર્મીઓ તેમનો જન્મદિવસ અથવા તેમના પરિવારના સભ્યોનો જન્મદિવસ એકસાથે ઉજવે ત્યારે તેઓ ખૂબ ખુશ થશે. સામાન્ય રીતે તેમને એવા કારણોસર રજા મળતી નથી જે ઠીક નથી.
પોલીસકર્મીઓનો ડેટા તૈયાર કરવા સૂચના
પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ દિલ્હી પોલીસના તમામ એકમોને અહીં કામ કરતા પોલીસકર્મીઓનો ડેટા તૈયાર કરવા સૂચના આપી છે. જેમાં તેમનો જન્મદિવસ, વર્ષગાંઠ અને બાળકોના જન્મદિવસની તારીખનો ઉલ્લેખ કરવો જોઈએ. એવો પ્રયત્નો થવો જોઈએ કે પોલીસ કર્મીઓને આ દિવસોમાં રજા મળે, જેથી તે આ મહત્વનો દિવસ પોતાના પરિવાર સાથે પસાર કરી શકે. આ સૂચનાનો અમલ કરવા માટે અસ્થાનાએ સ્પેશિયલ કમિશનર- ટ્રાફિક મુક્તેશ ચંદ્રા તરફથી એક પરિપત્ર બહાર પાડીને તમામ એકમોને તૈયારીઓ કરવાનું કહ્યું છે.
આ પણ વાંચોઃ રાકેશ અસ્થાના નિવૃત્તિના 3 દિવસ પહેલા બન્યા દિલ્હી પોલીસ કમિશ્નર, અનેક સવાલોથી ઘેરાયા...
આ પણ વાંચોઃ ગુજરાત કેડરના 1984ની બેચના IPS અધિકારી રાકેશ અસ્થાના દિલ્હી પોલીસ કમિશ્નર બન્યા