- દિલ્હીમાંથી એક આંતકવાદીની ધરપકડ
- દિલ્હી સ્પેશિયલ સેલએ કાર્યવાહી કરી
- આંતકી પાસેથી હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા
નવી દિલ્હી:દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ(Delhi Special Cell) દ્વારા દિલ્હીમાંથી એક પાકિસ્તાની આતંકવાદી(Pakistani terrorist)ની ધરપકડ કરવામાં આવી છે. તેની ઓળખ મોહમ્મદ અશરફ ઉર્ફે અલી તરીકે થઈ છે. તે ISIના ઈશારે કામ કરતો હોવાની માહિતી મળી છે. આરોપી પાસેથી અત્યાધુનિક હથિયારો અને ગ્રેનેડ પણ મળી આવ્યા છે. હાલમાં સ્પેશિયલ સેલની ટીમ સમગ્ર ષડયંત્રને લઈને તેની પૂછપરછ કરી રહી છે.
મોટા પ્રમાણમાં હથિયારો મળ્યા
મળતી માહિતી મુજબ, આતંકી હુમલાને લઈને દિલ્હીને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું હતું. થોડા દિવસો પહેલા દિલ્હી પોલીસને આવા ઈનપુટ્સ મળ્યા હતા કે, રાજધાનીમાં આતંકવાદી હુમલો થઈ શકે છે. આ અંગે દિલ્હી પોલીસ કમિશ્નરે તમામ જિલ્લા પોલીસ કર્મચારીઓ, સ્પેશિયલ સેલ અને ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ રહેવા સૂચના આપી હતી. પોલીસ ટીમ આ અંગે સતત કામ કરી રહી હતી અને તેઓએ ગુપ્ત માહિતીના આધારે શંકાસ્પદ આતંકવાદીને પકડી પાડ્યો હતો. તેની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા છે. પોલીસને જાણવા મળ્યું છે કે, તે નેપાળ થઈને દિલ્હી આવ્યો હતો. પોલીસને શંકા છે કે તે તહેવારોની સીઝનમાં કોઈ મોટો હુમલો કરવાની યોજના બનાવી રહ્યો હતો. હાલ સમગ્ર ષડયંત્ર અને તેની સાથે જોડાયેલા લોકો વિશે પૂછપરછ ચાલી રહી છે.
નકલી ID બનાવી રહેતો હતો આંતકી