ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હી પોલીસે લાલ કિલ્લામાં થયેલી હિંસામાં સામેલ વધુ બે આરોપીની જમ્મુથી ધરપકડ કરી - ખેડૂત લીડર

દિલ્હીના લાલ કિલ્લામાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી રહી છે. દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટીએ જમ્મુમાંથી બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી લાલ કિલ્લામાં થયેલી હિંસામાં ષડયંત્રકારી હોવાનું જણાઈ રહ્યું છે.

બે આરોપીની જમ્મુથી ધરપકડ કરી
બે આરોપીની જમ્મુથી ધરપકડ કરી

By

Published : Feb 23, 2021, 1:00 PM IST

  • પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં થઈ હતી હિંસા
  • પોલીસે દિલ્હી હિંસા મામલે અનેક આરોપીની ધરપકડ કરી છે
  • દિલ્હી હિંસાનો સમગ્ર મામલો કોતવાલી સ્થિત ક્રાઈમબ્રાન્ચ પાસે

નવી દિલ્હીઃ લાલ કિલ્લામાં પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા મામલે દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાન્ચની ટીમ આરોપીઓને પકડી રહી છે. ક્રાઈમ બ્રાન્ચે કાશ્મીર યુનાઈટેડ કિસાન ફ્રન્ટ ઓર્ગેનાઈઝેશનના અધ્યક્ષ મોહિન્દરસિંહની ધરપકડ કરી છે. આ સાથે જ જમ્મુ નિવાસી મન્દિપસિંહની પણ ધરપકડ કરવામાં આવી છે. આ મામલે જમ્મુમાંથી પહેલી વખત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બંને આરોપી લાલ કિલ્લાની હિંસામાં સામેલ હતા.

પોલીસે બાતમીના આધારે જમ્મુમાં દરોડા પાડી બંનેને ઝડપી પાડ્યા

આ અંગે મળતી માહિતી અનુસાર, લાલ કિલ્લા હિંસા મામલામાં ક્રાઈમબ્રાન્ચની એસઆઈટી આરોપીઓની તપાસ કરી રહી હતી. આ મામલો કોતવાલી સ્થિત ક્રાઈમબ્રાન્ચની ટીમ પાસે છે. આ મામલામાં ઘણા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. હાલમાં જ ક્રાઈમબ્રાન્ચની સ્ટાર્સ 1 ટીમને જાણવા મળ્યું હતું કે, જમ્મુ નિવાસી મોહિન્દરસિંહ અને મન્દિપસિંહ પણ આ હિંસામાં સામેલ છે. જેથી પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે. લાલ કિલ્લા હિંસાનું ષડયંત્ર રચવામાં તેમની મુખ્ય ભૂમિકા છે. આ બંને ફરાર આરોપીઓ જમ્મુમાં હતા. પોલીસ બંને આરોપીની પૂછપરછ કરી આ મામલામાં બીજા કોણ સામેલ હતા તે અંગે તપાસ કરશે.

ABOUT THE AUTHOR

...view details