ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi News: દિલ્હી સ્થિત ઈઝરાયલી એમ્બેસી નજીક બ્લાસ્ટની સૂચના મળતા દોડધામ મચી ગઈ - ફાયર ડિપાર્ટમેન્ટ

રાજધાની દિલ્હીમાં આવેલ ઈઝરાયલી એમ્બેસીના પાછળના ખાલી પ્લોટમાં બ્લાસ્ટની સૂચના મળી હતી. આ સૂચના મળતા જ સુરક્ષા દળો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સુરક્ષા કર્મચારીઓએ સમગ્ર વિસ્તાર પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. Delhi Israel Embassy Blast Information Security Agency

દિલ્હી સ્થિત ઈઝરાયલી એમ્બેસી નજીક બ્લાસ્ટની સૂચના મળતા દોડધામ
દિલ્હી સ્થિત ઈઝરાયલી એમ્બેસી નજીક બ્લાસ્ટની સૂચના મળતા દોડધામ

By ETV Bharat Gujarati Team

Published : Dec 26, 2023, 10:26 PM IST

નવી દિલ્હીઃ પાટનગરમાં આવેલ ઈઝરાયલ એમ્બેસી પાછળના વિસ્તારમાં બ્લાસ્ટ થવાનો છે તેવા કોલે ચકચાર મચાવી દીધી. સૂચના મળતા જ ફાયર બ્રિગેડ,પીસીઆર અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સઘન શોધખોળ બાદ સંદિગ્ધ સ્થળેથી કંઈ ખાસ મળી આવ્યું નહતું. સમગ્ર મામલો ઈઝરાયલ એમ્બેસી સાથે સંકળાયેલ હોવાથી પોલીસ વિભાગ તેમજ અન્ય સુરક્ષા દળો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી. સમગ્ર મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

કોલ કરનારની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કોલરે જે સ્થળે બ્લાસ્ટની સૂચના આપી તે સ્થળને ઘેરી લેવામાં આવ્યું છે. દરેક ટીમો ત્યાં પહોંચી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર પોલીસની ટીમે સઘન શોધખોળ કરીને આખી જગ્યાને કોર્ડન કરી લીધી છે. જો કે આ મામલે કોઈ આધિકૃત નિવેદન કરવામાં આવ્યું નથી. ઘટના સ્થળે પોલીસ સિવાય સીક્યૂરિટી એજન્સીના વરિષ્ઠ અધિકારીઓ પહોંચી ગયા છે. દિલ્હી પોલીસ અનેક ટીમો બનાવીને વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ઈઝરાયલ અને હમાસના યુદ્ધને લીધે સ્થિતિ ગંભીર છે. આ યુદ્ધને લઈને ઈઝરાયલ એમ્બેસીની સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ સઘન બનાવી દેવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં બ્લાસ્ટની સૂચનાથી પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. ફાયર ડાયરેક્ટર અતુલ ગર્ગ જણાવે છે કે ફાયર કન્ટ્રોલ રુમને 5.43 કલાકે કોલ મળ્યો હતો. તેથી સત્વરે ઘટના સ્થળે ચાણક્યપુરી ફાયર સ્ટેશનથી ગાડીઓ દોડાવવામાં આવી હતી. જો કે ઘટના સ્થળેથી હજૂ સુધી કાંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી.

  1. Hamas Israel War: 81 દિવસથી ચાલતા હમાસ યુદ્ધ પર શું કહે છે મૂળ રાજકોટના અને હાલ ઈઝરાયલમાં રહેતા સોનલ ગેડીયા ?
  2. Israel Hamas war : ભારતે યુએન જનરલ એસેમ્બલીમાં ગાઝામાં યુદ્ધવિરામની તરફેણમાં મતદાન કર્યું

ABOUT THE AUTHOR

...view details