નવી દિલ્હી: રાજધાનીમાં કાંઝાવાલા હિટ એન્ડ રન કેસને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ તેમાં ખુલાસાઓ થઈ રહ્યા છે. આ કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. હકીકતમાં આ મામલે અંજલિનો વિસેરા રિપોર્ટ પણ સામે આવ્યો છે. FSL દ્વારા દિલ્હી પોલીસને સોંપવામાં આવેલા આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અકસ્માત સમયે અંજલિ નશામાં હતી.
અકસ્માત સમયે નશામાં હતી અંજલી:આ પહેલા અંતિમ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે ઘટના સમયે અંજલિ નશામાં ન હતી. પરંતુ તાજેતરના અહેવાલો સાથે આ મામલામાં અંજલિના પરિવારજનો દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કર્યા બાદ અને અનેક વખત વિરોધ કર્યા બાદ પાંચેય આરોપીઓ સામે હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
કેસમાં ઘણા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા: દિલ્હી મહિલા આયોગે પણ સમગ્ર ઘટનાને લઈને ઘણી વખત પોલીસ પર પ્રહારો કર્યા હતા અને મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે દિલ્હી સરકાર તરફથી અંજલિના પરિવારને 10 લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં ઘણા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાંથી પણ ઘણા મહત્વના ખુલાસા થયા છે.