ગુજરાત

gujarat

દિલ્હી પોલીસ કમિશનર તરીકેની રાકેશ અસ્થાનાની નિમણૂક સામેની અરજી પર દિલ્હી હાઇકોર્ટેનો નિર્ણય અનામત

By

Published : Sep 27, 2021, 5:34 PM IST

દિલ્હી હાઈકોર્ટે આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકે નિમણૂકને પડકારતી અરજી પર ચૂકાદો અનામત રાખ્યો છે.

દિલ્હી પોલીસ કમિશનર તરીકેની રાકેશ અસ્થાનાની નિમણૂક સામેની અરજી પર દિલ્હી હાઇકોર્ટેનો નિર્ણય અનામત
દિલ્હી પોલીસ કમિશનર તરીકેની રાકેશ અસ્થાનાની નિમણૂક સામેની અરજી પર દિલ્હી હાઇકોર્ટેનો નિર્ણય અનામત

  • દિલ્હી પોલીસ કમિશનર પદે રાકેશ અસ્થાનાની નિયુક્તિનો વિવાદ
  • દિલ્હી હાઈકોર્ટે નિમણૂકને પડકારતી અરજીનો ચૂકાદો રાખ્યો અનામત
  • કોર્ટે અરજદારના વકીલને આડેહાથ લીધાં

નવી દિલ્હી: દિલ્હી પોલીસ કમિશનર પદ પર IPS અધિકારી રાકેશ અસ્થાનાની નિમણૂકને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચૂકાદો અનામત રાખ્યો છે. મુખ્ય ન્યાયાધીશ ડી.એન.પટેલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અનામત રાખ્યો હતો.

કોર્ટે અપનાવ્યું સખત વલણ

23 સપ્ટેમ્બરે સુનાવણી દરમિયાન અરજદારના વકીલ બી.એસ. બગ્ગાએ કહ્યું હતું કે અસ્થાના સેવાના વિસ્તરણની જોગવાઈ હેઠળ આવતાં નથી. જ્યારે બગ્ગા જોગવાઈઓ જણાવી રહ્યાં હતાં ત્યારે મુખ્ય ન્યાયાધીશે તેમને અટકાવતાં કહ્યું કે તમે તમામ વરિષ્ઠ વકીલ પાસેથી નકલ કરી છે જે હજુ પણ કતારમાં છે. નકલ કરો તો પણ તે 5 ટકા હોવી જોઈએ. દરેક જણ નકલ ન કરી શકે. બગ્ગાએ આનો ઇનકાર કર્યો અને સેવા વિસ્તરણની જોગવાઈ કહેવાનું શરૂ કર્યું. ત્યારબાદ કોર્ટે બગ્ગાને પૂછ્યું કે સુપર ટાઇમ સ્કેલ શું છે. તેના જવાબમાં વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે 60 વર્ષ. કોર્ટે ભૂષણને જવાબ આપતા અટકાવ્યાં અને કહ્યું કે તેમને જવાબ આપવા દો, તેમણે તમારી કોપી કરી છે. કોર્ટે બગ્ગાને ચેતવણી આપી હતી કે તમારી અરજી દંડ સાથે ફગાવી શકાય છે.

અસ્થાનાની નિમણૂકનો કેન્દ્ર સરકારે બચાવ કર્યો

16 સપ્ટેમ્બરે કેન્દ્ર સરકારે આ મામલે પોતાનો જવાબ દાખલ કર્યો હતો. તેના જવાબમાં કેન્દ્ર સરકારે રાકેશ અસ્થાનાની નિમણૂકનો બચાવ કર્યો હતો. રાકેશ અસ્થાનાએ પોતાના જવાબમાં કહ્યું હતું કે કોમન કોઝ અને સેન્ટર ફોર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન નામની એનજીઓ તેમની વિરુદ્ધ સતત અભિયાન ચલાવી રહી છે. ગયા સપ્ટેમ્બરમાં કોર્ટે કેન્દ્ર સરકાર અને રાકેશ અસ્થાનાને નોટિસ ફટકારી હતી.સુનાવણી દરમિયાન વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, તેમણે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીને કોપી પેસ્ટ કરીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે ઘણા લોકો તમારી અરજીઓની નકલ કરે છે, આમાં નવું શું છે. તમારી માગણી શું છે? ત્યારે ભૂષણે કહ્યું હતું કે અમે આ અરજીમાં દખલ કરવા માગીએ છીએ.

સોલિસિટર તુષાર મહેતાની દલીલો

સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે અરજદાર પ્રશાંત ભૂષણના માર્ગ પર છે. આ એક ખતરનાક વસ્તુ છે. અરજદારોએ કોઈની નિમણૂકને પડકારવાની શું જરૂર છે. તેઓ તેમની પ્રેરણા ક્યાંથી મેળવે છે? કોર્ટે તે અધિકારીને પણ સાંભળવા જોઈએ જેમની નિમણૂકને પડકારવામાં આવી હોય. મહેતાએ કહ્યું હતું કે પ્રશાંત ભૂષણે પિટિશનની કોપી મીડિયા સાથે શેર કરી હતી, ત્યારબાદ અરજદારે તેને ત્યાંથી લઈ લીધી હોવી જોઈએ. પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે મીડિયાને અરજી દાખલ કરવાની જાણ થતાં જ તેઓ કોપીનીમાગણી કરે છે અને હું પિટિશનની નકલ મીડિયાકર્મીઓને આપું છું. જે બાદ કોર્ટે પ્રશાંત ભૂષણની અરજી સ્વીકારીને કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી હતી.

પ્રશાંત ભૂષણે સુપ્રીમમાં પણ પડકારી છે અસ્થાનાની નિમણૂક

24 ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે તેમણે સુપ્રીમ કોર્ટમાં રાકેશ અસ્થાનાની દિલ્હી પોલીસ કમિશનર તરીકેની નિમણૂકને પડકારતી અરજી દાખલ કરી છે. આ પછી કોર્ટે સુનાવણી સ્થગિત કરવાનો આદેશ આપ્યો હતો. 25 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણની અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો અને દિલ્હી હાઈકોર્ટને બે સપ્તાહમાં તેનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને હાઈકોર્ટમાં પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ પણ વાંચોઃ રાકેશ અસ્થાના નિવૃત્તિના 3 દિવસ પહેલા બન્યા દિલ્હી પોલીસ કમિશ્નર, અનેક સવાલોથી ઘેરાયા...

આ પણ વાંચોઃ હવે જન્મદિન અને વર્ષગાંઠના દિવસે દિલ્હી પોલીસના જવાનો થઈ જશે ખુશખુશ

ABOUT THE AUTHOR

...view details