- અફઘાનિસ્તાનમાં ફસાયેલા 227 ભારતીયોનો મામલો
- દિલ્હી હાઈકોર્ટમાં ભારતીયોને અફઘાનિસ્તાનમાંથી પરત લાવવાની માગ સાથે અરજી દાખલ
- લેખક અને સામાજિક કાર્યકર્તાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી
- અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને દરરોજ ધમકી મળી રહી છેઃ અરજીમાં ઉલ્લેખ
નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે અફઘાનિસ્તાનમાં ફસાયેલા 227 ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની માગ કરનારા અરજીકર્તાઓને નિર્દેશ આપ્યો છે કે, તેઓ કેન્દ્ર સરકારને રિપોર્ટ કરે. ચીફ જસ્ટિસ ડી. એન. પટેલની અધ્યક્ષતાવાળી બેન્ચે આ આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો-Drugs case: બોમ્બે હાઈકોર્ટમાં આજે આર્યન ખાનની જામીનની સુનાવણી, શું આજે મળશે જામીન?
કોર્ટે અરજીકર્તાએ આપેલી યાદી પર શંકા વ્યક્ત કરી
કોર્ટે કેન્દ્ર સરકારને નિર્દેશ આપ્યો હતો કે, તેઓ અરજીકર્તાઓના રિપોર્ટ પર વિચાર કરે. સુનાવણી દરમિયાન કોર્ટે અરજીકર્તાઓ તરફથી અરજીમાં સંલગ્ન તે યાદી પર શંકા વ્યક્ત કરી હતી, જેમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોના નામ સામેલ હતા. જ્યારે કોર્ટે આ યાદીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા તો અરજીકર્તાઓએ કહ્યું હતું કે, તેમણે બધા ફસાયેલા ભારતીયો સાથે ફોન પર વાતચીત કરી હતી, પરંતુ કોર્ટે કહ્યું હતું કે, અમને આ યાદી પર શંકા છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી ઉપસ્થિત વકીલ અમિત મહાજને કહ્યું હતું કે, સરકારે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને નીકાળવાના પ્રયાસ કર્યા છે.