- રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અનર્બ ગોસ્વામી
- 4 નવેમ્બરના રોજ ધરપકડ કરાઈ
- પોલીસ પર મારમાટીનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી :રિપબ્લિક ટીવીના મુખ્ય સંપાદક અનર્બ ગોસ્વામીઅને અન્ય 2 આરોપીઓએ પણ તેમની ધરપકડને ગેરકાયદેસર બતાવતા હાઈકોર્ટમાં વચગાળાની જામીન અરજી દાખલ કરી છે. જેના પર તેમનો નિર્ણય સુરક્ષિત રાખતા પીઠે કહ્યું કે, આરોપી ઈચ્છે તો જામીન અરજી માટે સેશન કોર્ટમાં આવેદન કરી શકે છે.
ઇન્ટિરિયર ડિઝાઇન અન્વય નાઈકને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો આરોપ
પરંતુ શનિવારે હાઈકોર્ટની વેબસાઈટ પર મોડી રાત્રે જાહેર કરવામાં આવેલી નોટીસમાં કહેવામાં આવ્યું કે, આ મામલે પીઠ 9 નવેમ્બરના રોજ તેમનો નિર્ણય સંભળાવશે. અર્નબ ગોસ્વામી અને અન્ય 2 લોકો રાયગઢ જિલ્લાની અલીબાગ પોલીસે બાકીની રકમ ન ચૂકવતા ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાયક અને તેમની માતાએ કરેલી આત્મહત્યા મામલે 4 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે 18 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં છે.