નવી દિલ્હી: દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં સાહિલ નામના યુવક દ્વારા એક સગીર છોકરીની નિર્દયતાથી હત્યા કરવાના કેસમાં દિલ્હી સરકારે પીડિત પરિવારને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને આ જાણકારી આપી. આ ઘટનાને લઈ દિલ્હીના સીએમ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં જે ઘટના બની તે ખૂબજ દર્દનાક ઘટના કહી શકાય. સગીરાની હત્યા કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. તેને કડકમાં કડક સજા થાય તેવા વકીલને આ સમગ્ર કેસ સોપવામાં આવશે.
Delhi Murder Case: દિલ્હી સરકાર સગીર પીડિતાના પરિવારને 10 લાખ રૂપિયા આપશે - delhi latest news
રાજધાનીમાં સગીર બાળકીની હત્યાના મામલામાં દિલ્હી સરકારે પરિવારના સભ્યોને 10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. આ સાથે પરિવારને ન્યાય મળે તે માટે વકીલની વ્યવસ્થા કરવાની પણ વાત થઈ છે.
દિલ્હી સરકારના પ્રધાન લેશે મુલાકાત:મળતી માહિતી મુજબ દિલ્હી સરકારમાં શિક્ષણ પ્રધાન આતિશી પણ મૃતક બાળકીના ઘરે તેના પરિવારના સભ્યોને મળવા જવાના છે જ્યાં તે પરિવારના સભ્યોને સહાયની રકમનો ચેક પણ સોંપશે. આતિશીએ ટ્વિટ કર્યું હતું કે, 'આજે બપોરે 3 વાગ્યે હું પીડિત પરિવારને મળવા જઈ રહી છું. આ મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર સાથે ઉભા છીએ.
અલગ-અલગ પ્રતિક્રિયાઓ: આ પહેલા સ્થાનિક સાંસદ હંસરાજ હંસ પણ સગીર બાળકીના ઘરે તેના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા જ્યાં તેમણે બાળકીના પરિવારના સભ્યોને સહાયની રકમનો ચેક પણ આપ્યો હતો. મામલો સામે આવ્યા બાદ લોકોમાંથી અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. નોંધપાત્ર વાત એ છે કે, શાહબાદ ડેરી વિસ્તારમાં એક સગીર યુવતીને એક યુવકે ઘણી વખત ચાકુ મારીને અને તેનું માથું પથ્થરથી મારીને હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે સોમવારે આરોપીની ધરપકડ કરી છે, જેના માટે રોહિણી કોર્ટે આરોપીના 2 દિવસના પોલીસ રિમાન્ડ પણ આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન પોલીસની પૂછપરછમાં ઘણા રહસ્યો સામે આવી શકે છે.