ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Delhi Excise Policy Scam: મનીષ સિસોદિયાને CBI બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરશે - એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટ

દિલ્હીના પૂર્વ ઉપમુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના રિમાન્ડ આજે પૂરા થાય છે. ત્યારબાદ CBI તેમને આજે બપોરે 2 વાગ્યે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી મળી રહી છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં 4 ધરપકડ કરી છે. જેમાંથી 2 લોકોને જામીન મળી ચૂક્યા છે. જો કે આ બંને આરોપીઓની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે આ કેસમાં હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

Etv Bharat
Etv Bharat

By

Published : Mar 6, 2023, 1:24 PM IST

નવી દિલ્હીઃદિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં ધરપકડ કરાયેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના રિમાન્ડનો સમયગાળો સોમવારે પૂરો થઈ રહ્યો છે. સીબીઆઈ સિસોદિયાને આજે બપોરે 2:00 વાગ્યે સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલને કોર્ટમાં રજૂ કરશે. કોર્ટે અત્યાર સુધીમાં મનીષ સિસોદિયાને બે વખત 7 દિવસના રિમાન્ડ પર મોકલી દીધા છે. ધરપકડ બાદ CBIની માંગણી પર કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે જ સમયે, સીબીઆઈની 3 દિવસના રિમાન્ડની માંગ પર, કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જેનો મનીષ સિસોદિયાના વકીલે જોરદાર વિરોધ કર્યો હતો.

આ પણ વાંચો Ambaji Temple Prasad Issue: મહાપ્રસાદ મોહનથાળનો મહાવિવાદ વકર્યો, કરણીસેનાના અધ્યક્ષે કરી ફરી મોહનથાળ શરૂ કરવાની માંગ

તારીખ નક્કી:છેલ્લી સુનાવણીમાં કોર્ટે સિસોદિયાની જામીન અરજી પર વિચાર કરવા માટે 10 માર્ચની તારીખ નક્કી કરી હતી. દરમિયાન કોર્ટે સીબીઆઈને જામીન પર જવાબ દાખલ કરવા માટે 10 માર્ચ સુધીનો સમય પણ આપ્યો છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે સિસોદિયાને હોળી દરમિયાન કાં તો સીબીઆઈ રિમાન્ડમાં અથવા તિહાર જેલમાં રહેવું પડશે. તમને જણાવી દઈએ કે દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ કેસમાં સીબીઆઈએ અત્યાર સુધીમાં 4 ધરપકડ કરી છે. જેમાંથી 2 લોકોને જામીન મળી ચૂક્યા છે. જો કે આ બંને આરોપીઓની પણ ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તે આ કેસમાં હજુ પણ ન્યાયિક કસ્ટડીમાં છે.

આ પણ વાંચો IAS Pradeep Sharma in land: કચ્છના પૂર્વ કલેકટર પ્રદીપ શર્માની જમીન ફાળવણીમાં મામલે ધરપકડ, 7 દિવસના રીમાન્ડ

15 લોકો વિરુદ્ધ FIR:લેફ્ટનન્ટ ગવર્નરની ફરિયાદ પર સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના તત્કાલિન મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા સહિત 15 લોકો વિરુદ્ધ FIR નોંધી હતી. સીબીઆઈનો આરોપ છે કે પોલિસી બનાવતી વખતે ઘણા બિઝનેસમેનને ફાયદો પહોંચાડવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન માર્જિનની ટકાવારી પણ વધી હતી. સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે, એક્સાઈઝ પોલિસીનો ડ્રાફ્ટ દક્ષિણ ભારતના બિઝનેસ ગ્રૂપના મોબાઈલમાંથી મળી આવ્યો હતો. સીબીઆઈનો દાવો છે કે આ મામલે હજારો કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ શક્ય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કોર્ટમાં દાખલ ચાર્જશીટમાં એમ પણ લખ્યું છે કે આરોપી વિજય નાયરને 100 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details