- દિલ્હીના નાયબ મુખ્યપ્રધાને અને તેમની પત્નીએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
- કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન વિકલ્પ નથી - મનીષ સિસોદિયા
- કેન્દ્ર પાસે વેક્સિનનો પૂરતા જથ્થો આપવા માટે સિસોદિયાએ કરી માગ
નવી દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના રસીકરણ જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને તેમની પત્ની સીમાએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જે બાદ તેમને જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણ રોકવા માટે લોકડાઉન વિકલ્પ નથી, પણ વેક્સિન છે.
આ પણ વાંચો -દિલ્હીમાં હવે સાર્વજનિક સ્થળો પર તહેવારો ઉજવવા પર પ્રતિબંધ
વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિન લેવા માટે દિલ્હી સરકારે કરી અપીલ
રાજધાની દિલ્હીમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે, જે વચ્ચે દિલ્હી સરકાર દ્વારા વધુમાં વધુ લોકોને કોરોના વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આ સાથે દિલ્હી સરકારના તમામ પ્રધાનો રસી લઇ રહ્યા છે, આ પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ, કેબિનેટ પ્રધાન ગોપાલ રાય અને રાજેન્દ્ર પાલ ગૌતમ વેક્સિન લઇ ચૂક્યા છે. જે બાદ શનિવારે નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા અને તેમની પત્નીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.
આ પણ વાંચો -દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો
કેન્દ્ર પાસે પૂરતા જથ્થો આપવા માટે કરી માગ
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાને જણાવ્યું કે, હું ભારત સરકારને વિનંતી કરું છું કે, તમામ પ્રતિબંધોને દૂર કરો અને દિલ્હીમાં પૂરતી કોરોના રસીના ડોઝ સપ્લાય કરો, કોઈ કાપ ન રાખો, જેથી સમગ્ર દિલ્હીની જનતાને એક સાથે રસી આપી શકાય અને કોરોનાની ચેઇન તોડી શકાય.