નવી દિલ્હીઃભારતની મુલાકાતે આવેલી યુએસએની 62 વર્ષીય મહિલા સાથે દિલ્હીમાં બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પીડિતાની ફરિયાદ પર શાહદરા જિલ્લાના વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધ્યા બાદ આરોપીની યુપીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીની ઓળખ 32 વર્ષીય ગગનદીપ તરીકે થઈ છે અને તે વ્યવસાયે ગાઈડ છે.
Rape In Delhi : ગાઈડે વૃદ્ધ અમેરિકન મહિલાને બનાવી હવસનો શિકાર, ભારતમાં આવ્યા હતા ફરવા - us woman raped by guide in delhi
અમેરિકાથી દિલ્હી ફરવા આવેલી એક વૃદ્ધ મહિલા સાથે બળાત્કારની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે આ મામલે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે. આરોપી યુપીના આગ્રા જિલ્લાનો રહેવાસી હોવાનું જાણવા મળેલ છે.
ગાઇડે મહિલા સાથે બાંધ્યા શારીરિક સંબંધો :કહેવામાં આવી રહ્યું છે કે, લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે મહિલા પહેલીવાર ભારતની મુલાકાતે આવી હતી, તે દરમિયાન મહિલા ગગનદીપના સંપર્કમાં આવી હતી. આરોપ છે કે ગગનદીપે લગ્નના બહાને આગ્રાની એક હોટલમાં પહેલીવાર તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આ પછી મહિલા ઘણી વખત ભારત આવી હતી, જે દરમિયાન આરોપીએ તેની સાથે ઘણી વખત શારીરિક સંબંધો બનાવ્યા હતા. આ પછી તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. જેના પર મહિલાએ વિવેક વિહાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
- આ પણ વાંચો -
- Ahmedabad Crime : પુત્રવધૂ પર દુષ્કર્મ ગુજારનાર સસરાની ધરપકડ, જાણો શું હતો સમગ્ર બનાવ
- Ahmedabad Rape Case: વટવામાં 13 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, પોલીસે આરોપીની કરી ધરપકડ
- Ahmedavad news: મહેસાણામાં દલિત યુવતી સાથે દુષ્કર્મ અને હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાની ના પાડી, સિવિલ હોસ્પિટલ ખાતે હોબાળો
પોલિસે આરોપીને પકડી પાડ્યો :મામલાની ગંભીરતા જોઈને પોલીસે તરત જ ફરિયાદ નોંધી અને કાર્યવાહી કરતા આગ્રા જિલ્લામાંથી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું છે કે, આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ઉચ્ચ અધિકારીઓ પણ સમગ્ર મામલામાં નજર રાખી રહ્યા છે. આ સાથે તેની માહિતી યુએસએ એમ્બેસીને પણ આપવામાં આવી છે. દિલ્હીમાં યોજાનારી જી-20 સંમેલન પહેલા વિદેશી મહિલા સાથે રેપનો મામલો સામે આવ્યા બાદ લોકોએ દેશની છબી પર ચિંતા વ્યક્ત કરી છે. આ વર્ષે જી-20 સંમેલન દિલ્હીમાં યોજાવા જઈ રહ્યું છે, જેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.