- દિલ્હી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે CDS જનરલ બિપિન રાવતને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
- જનરલ બિપિન રાવત સાહેબે સેનાનું આધુનિકીકરણ કર્યુંઃ અનિલ ચૌધરી
- દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષએ કહ્યું ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ
નવી દિલ્હી: દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત(General Bipin Rawat Tribute), જેમણે તમિલનાડુમાં કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં(helicopter crash death) જીવ ગુમાવ્યો હતો, તેમના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યો હતો. જ્યાં દેશના અનેક અગ્રણીએ પાર્થિવ દેહને શ્રદ્ધાંજલિ પાઠવવી હતી. ત્યારે દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ પણ શહીદોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ સંવેદના
દિલ્હી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અનિલ ચૌધરીએ(Anil Chaudhary to General Bipin Rawat Tribute)કહ્યું કે, CDS બિપિન રાવત અને અન્ય સશસ્ત્ર દળોના મૃત્યુથી આખો દેશ આઘાતમાં છે, આવી કોઈએ કલ્પના પણ કરી ન હતી. જનરલ બિપિન રાવત સાહેબે સેનાનું આધુનિકીકરણ કર્યું. એક સૈનિક જેણે પોતાનું આખું જીવન દેશ માટે સમર્પિત કર્યું. તેમનું આ રીતે નિધન દુઃખદ છે. હું સરકારને વિનંતી કરું છું કે વિપિન રાવત સાહેબને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવે.