નવી દિલ્હી: CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), દિલ્હી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી એક્સાઇઝ પોલિસીમાં કૌભાંડની (Excise policy scam) તપાસ કરતી એજન્સીએ હવે પુરાવા એકત્ર કરીને આરોપીઓની ધરપકડ કરવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં જ તપાસ એજન્સીઓએ આ કૌભાંડમાં નામ ધરાવતા વિજય નાયર અને સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ અન્ય આરોપીઓની ધરપકડ પર તલવાર લટકી રહી છે.
ભાજપની ઊંઘ ઊડી: શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તેમના રાજ્યસભા સભ્ય રાઘવ ચઢ્ઢા વિશે મોટી વાતો કહી. શુક્રવારે અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું કે, 'જ્યારથી રાઘવ ચઢ્ઢાને ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે અને તેમણે ગુજરાતમાં પ્રચાર માટે જવાનું શરૂ કર્યું છે, હવે સાંભળ્યું છે કે, આ લોકો રાઘવ ચઢ્ઢાની પણ ધરપકડ કરશે પરંતુ ક્યા કેસમાં કરશે અને શું આરોપો હશે, તે હજુ આ લોકો અત્યારે બનાવી રહ્યા છે. તે જ સમયે, અરવિંદ કેજરીવાલના ટ્વીટને રીટ્વીટ કરતા રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha tweet) કહ્યું કે, 'ચાલો આપણા લોહીથી વાર્તા લખીએ, એ વતન મેરે, કરેન કુરબાન હંસ કર યે જવાની એ વતન મેરે' જોઈને ભાજપની ઊંઘ ઊડી ગઈ છે. ભગતસિંહના અનુયાયીઓ ન તો તમારી જેલની દીવાલોથી અને ન ફાંસીના ફંદાથી ડરે છે. ઈન્કલાબ ઝિંદાબાદ'. આ પહેલા ગુરુવારે ટ્વીટ કરીને તેમણે કહ્યું હતું કે,'કેન્દ્રમાં બેઠેલી સરકાર હવે ગુજરાતમાં અમારી વધતી લોકપ્રિયતાથી ડરીને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાની ધરપકડ કરવાની યોજના બનાવી રહી છે. તમામ કાર્યકરોને અપીલ કે તમે પણ ધરપકડ માટે તૈયાર રહો.
ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ:આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢાને પાર્ટી દ્વારા તાજેતરમાં ગુજરાતના સહ-પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ રાઘવ ચઢ્ઢાએ ગુજરાતમાં પાર્ટીને આપવામાં આવેલી જવાબદારી નિભાવવાનું શરૂ કરી દીધું છે. ગયા અઠવાડિયે જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના ગુજરાત પ્રવાસ પર હતા ત્યારે રાઘવ ચઢ્ઢા પણ તેમની સાથે હતા. આટલું જ નહીં, જ્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Chief Minister Arvind Kejriwal) અમદાવાદમાં સફાઈ કામદારો સાથેની વાતચીત દરમિયાન હર્ષ સોલંકી નામના સ્વચ્છતા કાર્યકરને તેના ઘરે ભોજન કરવા માટે દિલ્હી આવવા આમંત્રણ આપ્યું, ત્યારે તેની જવાબદારી પણ રાઘવ ચઢ્ઢાને સોંપવામાં આવી હતી. રાઘવ ચઢ્ઢા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર સુધી દિલ્હી એરપોર્ટ પર સ્વચ્છતા કાર્યકર હર્ષ સોલંકી સાથે રહ્યા, તેમની સાથે CM આવાસ પર ડિનર લીધું અને પછી તેમણે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ જોવાનું શરૂ કર્યું. EDએ દિલ્હી દારૂ કૌભાંડમાં સમીર મહેન્દ્રની ધરપકડ કરી છે, જ્યારે મંગળવારે સાંજે CBIએ દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીના મીડિયા મેનેજર વિજય નાયરની ધરપકડ કરી છે. બુધવારે EDએ સમીર મહેન્દ્રુની ધરપકડ કરી હતી.
દિલ્હીમાં દારૂ કૌભાંડનો સંપૂર્ણ મામલો: દિલ્હી સરકાર દ્વારા ગયા વર્ષે 17 નવેમ્બર, 2021 ના રોજ નવી આબકારી નીતિ લાગુ કરવામાં આવી હતી, જે હવે પાછી ખેંચી લેવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા મહિને CBIને નવી આબકારી નીતિના અમલમાં થતી ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાની ભલામણ કરી હતી. દિલ્હીમાં અગાઉ સરકારી દુકાનોમાં દારૂ (Delhi Liquor Scam) વેચાતો હતો. પસંદગીના સ્થળોએ ખુલેલી દુકાનોમાં જ નિર્ધારિત દરે દારૂનું વેચાણ થતું હતું. વર્ષો જુની બનાવેલી પોલીસી હેઠળ આ દારૂનું વેચાણ હતું. ગયા વર્ષે નવેમ્બરમાં કેજરીવાલ સરકારે દારૂના વેચાણ માટે નવી આબકારી નીતિ લાગુ કરી હતી. આ અંતર્ગત દારૂના વેચાણની જવાબદારી ખાનગી કંપનીઓ અને દુકાનદારોને આપવામાં આવી હતી. સરકારે કહ્યું કે આનાથી સ્પર્ધા થશે અને ઓછી કિંમતે દારૂ ખરીદી શકશે. આ ઉપરાંત દેશી-વિદેશી તમામ બ્રાન્ડનો દારૂ દુકાન પર એક જ જગ્યાએ મળશે.