નવી દિલ્હીઃદિલ્હી યુનિવર્સિટીમાં (delhi university) 98મો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ કોન્વોકેશનમાં રક્ષાપ્રધાન રાજનાથ સિંહ (Defense Minister rajnath singh) મુખ્ય અતિથિ તરીકે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે યુક્રેનની સ્થિતિ વિશે કહ્યું કે, ભારતના વિદેશપ્રધાને યુક્રેનના વિદેશપ્રધાન સાથે વાત કરી છે, વિદ્યાર્થીઓને (students trapped in Ukraine) સુરક્ષિત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની તૈયારીઓ ચાલી રહી છેઃ સંરક્ષણ પ્રધાન આ પણ વાંચો:3rd Day Of Russia Ukraine War : યુક્રેનની રાજધાની પર હુમલો, કિવ સહિત અનેક શહેરોની 'તબાહીગાથા'
સીસીએસની બેઠક બાદ તેમને પરત લાવવાની પ્રક્રિયા શરૂ
રક્ષાપ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, ગઈકાલે CCSની બેઠક યોજાઈ હતી, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિર્ણય કર્યો હતો કે, તેઓ બધાને પરત લાવશે, તેમનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે. એવું નથી કે, સીસીએસની બેઠક બાદ તેમને પરત લાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેના કેટલાક દિવસો પહેલા વડાપ્રધાને કહ્યું હતું કે, યુક્રેનમાં રહેલા વિદ્યાર્થીઓને (Russia attacked Ukraine) પરત લાવવાની વ્યવસ્થા કરવામાં (thousands of students trapped) આવશે, કેટલાક લોકો આવી ચૂક્યા છે.
આ પણ વાંચો:Russia Ukraine War : એર ઈન્ડિયાનું વિમાન બુકારેસ્ટ પહોંચ્યું, યુક્રેનમાં ફસાયેલા લોકોને લઈને આવશે પરત
ભારતના વિદેશપ્રધાને યુક્રેનના વિદેશપ્રધાન સાથે વાત કરી
ભારતના વિદેશપ્રધાને યુક્રેનના વિદેશપ્રધાન સાથે વાત કરી છે. વિદ્યાર્થીઓને સુરક્ષિત પરત લાવવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે યુક્રેનમાં સ્થિતિ સામાન્ય રહે.